E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodEntertainment : લક્ઝરી કાર કરતા પણ મોંઘુ છે Saif Ali Khan નું...

Entertainment : લક્ઝરી કાર કરતા પણ મોંઘુ છે Saif Ali Khan નું આ બ્રોચ, કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે!

બોલિવૂડના નવાબ સૈફ અલી ખાન તેની ક્લાસિક સ્ટાઇલ અને રૂઆબદાર પર્સનાલિટી માટે જાણીતા છે. સામાન્ય રીતે સાદા સફેદ કુર્તા પાયજામામાં જોવા મળતા સૈફનો તાજેતરમાં મુંબઇમાં એક એવો અવતાર જોવા મળ્યો જેણે ફેશન જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. વેલેન્ટાઇન ડેની પૂર્વ સંધ્યાએ સૈફ અને કરીના કપૂર ખાન ટિફની એન્ડ કંપનીના બુટિકની મુલાકાતે ગયા હતા. જ્યાં સૈફના જેકેટ પર લાગેલા એક નાનકડા પક્ષી આકારના બ્રોચે બધાનું ધ્યાન ખેંચ્યુ હતુય આ માત્ર એક ઘરેણું નથી, પણ તેની કિંમત એક લકઝરી કાર બરાબર છે.

સૈફે પહેરેલો આ અદભૂત બ્રોચ ‘ટિફની એન્ડ કંપની’ના પ્રખ્યાત જીન શ્લમબર્ગર કલેક્શનનો એક ભાગ છે. આ બ્રોચને ‘બર્ડ ઓન અ રોક’ (Bird on a Rock) તરીકે ઓળખવામાં આવે છે. સોથેબીની વેબસાઇટ મુજબ, આ કિંમતી એક્સેસરીની કિંમત અંદાજે 47,000 યુએસ ડોલર એટલે કે ભારતીય ચલણમાં આશરે 42.4 લાખ રૂપિયા છે.

હીરા અને માણેક: પક્ષીના શરીરમાં 71 ગોળ હીરા જડવામાં આવ્યા છે, જેનું કુલ વજન આશરે 3 કેરેટ છે. પક્ષીની આંખમાં એક નાનકડું લાલ માણેક (Ruby) ચમકે છે.

વજન: આ આખા બ્રોચનું વજન 40.3 ગ્રામ છે, જે કલા અને લક્ઝરીનું અદભૂત મિશ્રણ છે.

આ ખાસ પ્રસંગે સૈફ અલી ખાન અને કરીના કપૂર બ્લેક આઉટફિટમાં ટ્વિનિંગ કરતા જોવા મળ્યા હતા. સૈફે કાળા રંગનું ટી-શર્ટ, મેચિંગ ટેલર્ડ બ્લેઝર અને સીધા કટવાળા પેન્ટ પહેર્યા હતા. કાળા બેકગ્રાઉન્ડ પર આ રંગબેરંગી રત્નોવાળા બ્રોચે તેના લુકમાં શાહી ભવ્યતા ઉમેરી હતી. કાળા ચશ્મા અને જૂતામાં સૈફ એકદમ આત્મવિશ્વાસથી ભરપૂર દેખાતો હતો.

બીજી તરફ, કરીના કપૂર ખાન પણ ઓછી ઉતરે તેમ નહોતી. તેણે ક્લાસિક ઘૂંટણ સુધીનો બ્લેક ડ્રેસ પહેર્યો હતો. કરીનાએ તેના લુકને સ્ટડેડ નેકલેસ, મેચિંગ ઇયરિંગ્સ અને બ્રેસલેટ સાથે પૂર્ણાહુતિ આપી હતી. તેના પ્રિન્ટેડ બ્લેક સ્ટિલેટોસ અને હાથમાં રહેલી શોપિંગ બેગ તેના સ્ટાઇલિશ અંદાજને વધુ નિખારી રહ્યા હતા. સૈફ અલી ખાનની આ પસંદગી સાબિત કરે છે કે તે ખરા અર્થમાં નવાબી ઠાઠ ધરાવે છે. આ મોંઘોદાટ બ્રોચ માત્ર તેની ફેશન સેન્સ જ નહીં, પણ તેની વૈભવી જીવનશૈલીની પણ સાક્ષી પુરાવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments