E-Paper
Tuesday, March 10, 2026
E-Paper
HomeBollywoodEntertainment : લિન લૈશરામ એ પુત્રીને આપ્યો જન્મ, એ પિતા રણદીપ હુડા...

Entertainment : લિન લૈશરામ એ પુત્રીને આપ્યો જન્મ, એ પિતા રણદીપ હુડા બનતા શેર કર્યો દિકરીનો ફોટો…….

અભિનેતા રણદીપ હુડા પિતા બનતા તેણે પુત્રીની નાની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી છે. ફોટામાં રણદીપના પિતા એટલે દાદ તેની પૌત્રીને પોતાના હાથમાં લઈને ખૂબ જ ખુશ છે. રણદીપની પુત્રીનો જન્મ તેમના પિતા રણબીરના જન્મદિવસના દિવસે જ થયો છે. રણદીપે પોસ્ટમાં લખ્યુ છે કે, તેની પુત્રી અને પત્ની લિન લૈશરામ સ્વસ્થ છે. એક ફોટામાં, રણદીપે તેની પુત્રીનો ચહેરો તેના દાદાના ખોળામાં બતાવ્યો છે. અને બીજામાં અભિનેતાએ બાળકીના હાથની ઝલક દર્શાવી છે.

અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચાહકો સાથે પિતા બનવાના સારા સમાચાર શેર કર્યા છે. અને લખ્યું છે કે, દાદા અને પૌત્રીને જન્મદિવસની શુભકામનાઓ. આજે હું પિતા બન્યો છું. તેમ તમારા પ્રત્યેનો મારો આભાર વધુ ઊંડો થાય છે, પપ્પા. આ રીતે નાની છોકરીનું સ્વાગત કરું છું. રણદીપે આગળ લખ્યું કે, સૌથી અગત્યનું, લિન, મને પિતા બનાવવા અને અમારી નાની દીકરીને આ દુનિયામાં લાવવા બદલ ખૂબ ખૂબ આભાર. એક નાની છોકરી અને જીવનભરનો પ્રેમ.

રણદીપ હુડ્ડાએ આ ખુશખબર શેર કરતાની સાથે જ અભિનંદનનો વરસાદ વરસી પડ્યો. ચાહકો અને સેલિબ્રિટીઓએ દંપતીને અભિનંદન આપ્યા અને તેમની નવજાત બાળકી પર પ્રેમનો વરસાદ વરસાવ્યો. ફૈઝલ મલિકથી લઈને પ્રિયા મલિક અને ફ્રેડી દારુવાલા સુધી, ઘણા ફિલ્મ સ્ટાર્સે રણદીપ હુડ્ડા અને લિન લૈશરામને માતાપિતા બનવા બદલ અભિનંદન આપ્યા છે. રણદીપ અને લિન લૈશરામએ નવેમ્બર 2025 માં તેમની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. રણદીપ અને લિને જંગલમાં અગ્નિની આસપાસ બેઠેલા પોતાના ફોટા શેર કર્યા, જેના કેપ્શનમાં લખ્યું, બે વર્ષનો પ્રેમ, સાહસ, અને હવે એક નાનું સાહસ આવી રહ્યું છે. આ દંપતીએ તાજેતરમાં જ મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું હતું.

રણદીપ હુડા અને લિન લૈશરામના લગ્ન 2023માં થયા હતા. તેમણે પરંપરાગત મેઇતેઇ રિવાજોનું પાલન કરીને મણિપુરના ઇમ્ફાલમાં લગ્ન કર્યા હતા. તેમના લગ્ન તેની સાદગી અને સાંસ્કૃતિક પરંપરાઓ માટે ચર્ચામાં રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments