E-Paper
Friday, June 6, 2025
E-Paper
HomeBollywoodEntertainment : શાહરુખની અપકમિંગ ફિલ્મ 'KING' નો પહેલો લૂક વાઇરલ, ફેન્સ બોલ્યા,...

Entertainment : શાહરુખની અપકમિંગ ફિલ્મ ‘KING’ નો પહેલો લૂક વાઇરલ, ફેન્સ બોલ્યા, 2000 કરોડ નક્કી કમાશે!

શાહરુખ ખાન પોતાની અપકમિંગ ફિલ્મ ‘KING’ને લઈને ચર્ચામાં છે. એક તરફ ફિલ્મ પર કામ શરુ થઈ ગયું છે, ત્યારે બીજી તરફ સોશિયલ મીડિયા પર માત્ર કિંગ-કિંગની ચર્ચા થઈ રહી છે. તેનું કારણ અજય દેવગન પણ છે. એવા અહેવાલો છે કે દ્રશ્યમ 3 અને કિંગની ટક્કર જોવા મળશે. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ પુષ્ટિ નથી થઈ, કારણ કે કિંગના મેકર્સે હજુ સુધી રિલીઝ ડેટનું એલાન નથી કર્યું. ત્યારે હવે આ વચ્ચે શાહરુખ ખાનનો એક નવો લુક વાઇરલ થઈ રહ્યો છે. શાહરુખના આ લુકે માહોલ સેટ કરી દીધો છે. હાથ પર ટેટૂ, ફૂલ સ્વેગ. શું ‘કિંગ’ ફિલ્મથી એક્ટરનો ફર્સ્ટ લુક આઉટ થઈ ગયો છે?

વાસ્તવમાં સોશિયલ મીડિયા પર શાહરુખ ખાનનો એક વીડિયો વાયુ વેગે વાઇરલ થઈ રહ્યો છે. જેમાં તે ખૂબ જ કુલ લુકમાં નજર આવી રહ્યો છે. બંને હાથ પર ટેટૂ અને બાયસેપ્સ જોયા બાદ લોકો તેને કિંગનો ફર્સ્ટ લુક જણાવી રહ્યા છે. ચાહકોનું કહેવું છે કે, સિદ્ધાર્થ આનંદની ફિલ્મના સેટ પરની જ આ તસવીર છે.

આ વીડિયોમાં શાહરુખ ખાને વ્હાઈટ ટેન્ક ટૉપ, ગ્રે બેગી પેન્ટ અને બીની પહેર્યું છે. આ જોઈને લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે “ભાઈ સ્વેગ તો પૂરા હૈ.” આ દરમિયાન એક્ટર ડાર્ક કલનાર શેડ્સ લગાવીને ક્યાંક જતો દેખાઈ રહ્યો છે. જો કે, તેના હાથ પરના ટેટૂએ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે. જ્યારથી આ લુક સામે આવ્યો છે, ત્યારથી ચારેય બાજુ કિંગની જ ચર્ચા ચાલી રહી છે.

લોકો કહી રહ્યા છે કે જો આ કન્ફર્મ લુક છે, તો શાહરુખ ખાનને રોકવો મુશ્કેલ છે, ફિલ્મ નક્કી 2000 કરોડ કમાશે. કંઈક મોટું થવાનું છે. આ વીડિયો સતત રી-શેર કરવામાં આવી રહ્યો છે. પરંતુ જે વીડિયોને કિંગનો લુક ગણાવીને વાઈરલ કરવામાં આવી રહ્યો છે, તેમાં કેટલી સત્યતા છે તે કોઈને ખબર નથી. પરંતુ લોકોને વિશ્વાસ છે કે તે હિટ થવાની છે. આ ફિલ્મમાં એક મોટી સ્ટાર કાસ્ટ જોવા મળશે. રાની મુખર્જી, રાઘવ જુયાલ, સુહાના ખાન, જેકી શ્રોફ, અનિલ કપૂર, અભિષેક બચ્ચન, દીપિકા પાદુકોણ અને જયદીપ અહલાવતના નામ સામેલ છે.

2023 શાહરુખ ખાનનું વર્ષ હતું, જેમાં તેણે શાનદાર કમબેક કર્યું હતું. જ્યાં પઠાણે 1000 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો, તો જવાન પણ 1000 કરોડનો બિઝનેસ કરવામાં સફળ રહી હતી. બીજી તરફ ફિલ્મ ડંકી એ પણ સારી કમાણી કરી હતી. હવે શાહરુખના આ નવા લુક બાદ લોકોએ કિંગને 2000 કરોડી ફિલ્મ બતાવી દીધી છે. લોકોનું કહેવું છે કે, કિંગ હવે રેકોર્ડ તોડી દેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments