E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodEntertainment : શિલ્પા શેટ્ટીના પતિ રાજકુન્દ્રાને મુંબઈની સ્પેશિયલ કોર્ટે મોકલ્યું સમન્સ, EDની...

Entertainment : શિલ્પા શેટ્ટીના પતિ રાજકુન્દ્રાને મુંબઈની સ્પેશિયલ કોર્ટે મોકલ્યું સમન્સ, EDની ચાર્જશીટ પર મોટી કાર્યવાહી

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની વધી મુશ્કેલી. બિટકોઈન કૌભાંડ મામલે ઉદ્યોગપતિમાંથી અભિનેતા બનેલા રાજ કુન્દ્રાને મુંબઈની સ્પેશિયલ કોર્ટે સમન્સ મોકલ્યું. કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટની નોંધ લીધા બાદ બિટકોઈન કૌભાંડ મામલે કડક કાર્યવાહી હાથ ધરી. મુંબઈની એક ખાસ પીએમએલએ કોર્ટે બિટકોઈન કૌભાંડમાં રાજ કુન્દ્રા ઉપરાંત દુબઈ સ્થિત ઉદ્યોગપતિ રાજેશ સતીજાને કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે.

સપ્ટેમ્બર 2025 માં, ED એ PMLA હેઠળ નોંધાયેલા કેસોમાં એક પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં રાજ કુન્દ્રા અને રાજેશ સતીજાને આરોપી તરીકે નામ આપવામાં આવ્યા હતા. આ કેસ કુખ્યાત ગેઇન બિટકોઇન પોન્ઝી કૌભાંડ સાથે જોડાયેલો છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર તેમની ટીમ બિટકોઈન કૌભાંડની તપાસ કરી રહી છે. જેમાં અમિત ભારદ્વાજ આ કુખ્યાત ગેઇન બિટકોઇન પોન્ઝી કૌભાંડના મુખ્ય માસ્ટરમાઇન્ડ હોવાનું સામે આવ્યું હતું. તેમજ પ્રમોટર અમિત ભારદ્વાજ દ્વારા રાજ કુન્દ્રાને યુક્રેનમાં બિટકોઇન માઇનિંગ ફાર્મ સ્થાપવા માટે 285 બિટકોઇન આપ્યા હતા. જોકે અમિત અને રાજ કુન્દ્રાનો આ સોદો સફળ થયો ન હતો. પરંતુ EDનો દાવો છે કે રાજ કુન્દ્રા પાસે હજુ પણ 285 બિટકોઇન છે, જેની કિંમત હાલમાં ₹150 કરોડથી વધુ છે.

બિટ કોઈન કૌભાંડ મામલે EDએ ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં રાજ કુન્દ્રાએ પોતાને સોદામાં ફક્ત મધ્યસ્થી તરીકે વર્ણવ્યા હતા, પરંતુ ED કહે છે કે આ વાતને સમર્થન આપવા માટે તેઓ નોંધપાત્ર દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ED અનુસાર, રાજ કુન્દ્રા અને મહેન્દ્ર ભારદ્વાજ વચ્ચે “ટર્મ શીટ” નામનો કરાર થયો હતો, જે સ્પષ્ટ કરે છે કે વાસ્તવિક સોદો રાજ કુન્દ્રા અને અમિત ભારદ્વાજ વચ્ચે હતો. ED એ પણ જણાવે છે કે વ્યવહારને સાત વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, રાજ કુન્દ્રાને વિવિધ હપ્તાઓમાં મળેલા બિટકોઇનની ચોક્કસ સંખ્યા સ્પષ્ટપણે યાદ છે. આ એજન્સીના દાવાને મજબૂત બનાવે છે કે તે ફક્ત મધ્યસ્થી જ નહોતો પરંતુ બિટકોઇનનો વાસ્તવિક લાભાર્થી હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments