E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodEntertainment : શેફાલી જરીવાલાની મોત બ્લેક મેજિકથી થઈ હતી? પતિ પરાગ ત્યાગીએ...

Entertainment : શેફાલી જરીવાલાની મોત બ્લેક મેજિકથી થઈ હતી? પતિ પરાગ ત્યાગીએ તોડ્યું મૌન, કર્યો મોટો ખુલાસો!

પ્રખ્યાત બોલીવુડ અભિનેત્રી શેફાલી જરીવાલાનું 2025 માં અવસાન થયું હતું, અને ત્યારથી, સોશિયલ મીડિયા પર વારંવાર આ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું તેમનું મૃત્યુ કાળા જાદુને કારણે થયું હતું. હવે, તેમના પતિએ આ બાબતે ખુલ્લેઆમ વાત કરી છે.

બોલીવુડની ફેમસ અભિનેત્રી શેફાલી જરીવાલાએ ગયા વર્ષે (2025) 42 વર્ષની વયે અવસાન પામી હતી. તેમનું અચાનક અવસાન માત્ર તેમના પરિવાર માટે જ નહીં પરંતુ તેમના ફેન્સ માટે પણ એક મોટો આઘાત હતો. શરૂઆતમાં, તેમના ફેન્સ વિશ્વાસ કરી શકતા ન હતા કે શેફાલી જરીવાલાએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. હકીકતમાં, આજે પણ, લોકો એવું માનતા અચકાય છે કે શેફાલી હવે આ દુનિયામાં નથી. તેમના પતિ, પરાગ ત્યાગી, હજુ પણ તેમની પત્નીના મૃત્યુના દુઃખમાંથી બહાર આવ્યા નથી. તેમના પતિ, પરાગ ત્યાગીએ તેમની યાદમાં એક પોડકાસ્ટ યુટ્યુબ ચેનલ શરૂ કરી છે.

પરાગ ત્યાગી તેની પત્નીનું સ્વપ્ન પૂરું કરવા માગે છે. જાણે તેણે પોતાનું જીવન શેફાલીની યાદમાં સમર્પિત કરી દીધું હોય. હકીકતમાં, પરાગ ત્યાગીએ તેમની પત્નીના મૃત્યુ અંગે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પરાગ કહે છે કે શેફાલી પર કાળો જાદુ કરવામાં આવ્યો હતો, અને તે આ વાત પર સંપૂર્ણ વિશ્વાસ કરે છે. પરાગ ત્યાગીએ પારસ છાબડાના પોડકાસ્ટ પર આ નિવેદન આપ્યું હતું.

પોડકાસ્ટમાં, પરાગે કહ્યું, મને ખબર છે, યાર. ઘણા લોકો આ વાતોમાં માનતા નથી, પણ મને ખબર છે, હું માનું છું કે કોઈએ કર્યું છે. પરાગે આગળ ઉમેર્યું, હું કહી શકતો નથી કે કોણે કર્યું, પણ કોઈએ કર્યું. કારણ કે મને લાગે છે કે કંઈક ખોટું છે. પરાગ તેની પત્નીને યાદ કરીને ખૂબ જ ભાવુક થઈ જાય છે.જ્યારે પારસ છાબડા પરાગને પૂછે છે કે શું તું આગળ જઈને લગ્ન કરશે, ત્યારે પરાગ જવાબ આપે છે કે તેણે આ વિશે વિચાર્યું જ નથી, કારણ કે તેના દિલમાં તો એ જ (શોફાલી) છે અને તે ફિઝીકલી પણ તેના સાથે છે, તેથી બીજી કોઈ યુવતી સાથે એવું કરવું ખોટું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments