E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeBollywoodEntertainment : શ્રીલીલાની 'હલદી'ની તસવીરો વાયરલ, ચાહકોમાં અનેક અટકળો

Entertainment : શ્રીલીલાની ‘હલદી’ની તસવીરો વાયરલ, ચાહકોમાં અનેક અટકળો

કાર્તિક આર્યન અને શ્રીલીલા ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા લાંબા સમયથી થઇ રહી છે. જોકે બોલીવૂડના નિષ્ણાંતોનું કહેવું છે કે કાર્તિક આર્યનનો આ એક પબ્લિસિટી સ્ટંટ છે. અનુરાગબાસુની એર ફિલ્મમાં કાર્તિક આર્યન અને શ્રીલીલાની જોડી જોવા મળવાની છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેઓ નજદીક આવી ગયા હોવાની પણ ચર્ચા છે. તેવામાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની અંગત તસવીરો શેર કરીને ચાહકોમાં ખળભળાટ મચાવી દીધો છે.શ્રીલીલાએ પોતાના મેકઅપ્આર્ટસ્ટ સાથે પોઝ આપતી હોવાની જોવા મળે છે જ્યારે અન્ય એક તસવીરમાં તે હલદી લગાવતી જોવા મળી રહી છે. આ સાથે અભિનેત્રીએ કમિગ સૂન એવું કેપ્શન આપીને લોકોને વિચારતા કરી મુક્યા છે. શ્રીલીલના ચાહકો અભિનેત્રી કાર્તિક સાથે લગ્નની તૈયારી કરી રહી હોવાની અથવા તો તેની આગામી ફિલ્મના એક શૂટિંગનો હિસ્સો હોવાનું માની રહ્યા છે.

શ્રીલીલાનું નામ હાલ કાર્તિક આર્યન સાથે જોડાયુ છે. બન્ને જણાએ હાલમાં જ ફિલ્મનં એક મોટું શેડયુલ પુરુ કર્યું છે. થોડા દિવસો પહેલા જ શ્રીલીલાએ એક મિરર સેલ્ફી શેર કરી હતી જેની સાથે લખ્યું હતું કે, લાંબુ પરંતુ બહુ જ સંતુષ્ટિ દાયક શેડયુલ પુરુ થયું.

કાર્તિક આર્યનની માતાએ પણ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતુ ંકે, તેમના પરિવારને કાર્તિક માટે એક ડોકટર પુત્રવધુ જોઇએ છીએ.શ્રીલીલા મેડિકિલનો અભ્યાસ પણ કરી રહી હોવાથી લોકો માની રહ્યા છે કે કાર્તિકના પરિવારે શ્રીલીલાને પુત્રવધુ તરીકે સ્વીકારી છે. જોકે લોકોએ ત્યારે પણ આ વાતને પબ્લિસિટી સ્ટંટમાં ખપાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments