HomeBollywoodEntertainment : સમાજ સામે લડી આ એક્ટ્રેસ, મંદિરમાં જવાનું થયું બેન, છૂટાછેડા...

Entertainment : સમાજ સામે લડી આ એક્ટ્રેસ, મંદિરમાં જવાનું થયું બેન, છૂટાછેડા બાદ 8 વર્ષ નાના છોકરા સાથે કર્યા લગ્ન!

બોલીવુડથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રી સુધી ઘણા એવા અભિનેતા અને અભિનેત્રીઓ છે જેમણે પોતાના ઉત્તમ અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે. તન્નાઝ ઈરાની તેમાંથી એક છે.

તન્નાઝ ઈરાનીની જિંદગી કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી. તેમણે પોતાના જીવનમાં દર્દ અને સંઘર્ષનો ખૂબ સામનો કર્યો છે. એક્ટ્રેસે માત્ર 18 વર્ષની ઉંમરે લગ્ન કરી લીધા હતા અને 20 વર્ષની ઉંમરે તે મા પણ બની ગઈ હતી. પરંતુ, પોતાના પ્રેમ માટે તેમને સમાજ સામે લડવું પડ્યું હતું. જોકે, તે લગ્ન સફળ ન રહ્યા અને છૂટાછેડા થયા. પણ પછી જીવનમાં ફરી પ્રેમની એન્ટ્રી થઈ અને બધું બદલાઈ ગયું.

જ્યારે તે 18 વર્ષની હતી ત્યારે તેણે ફરીદ કરીમ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બે વર્ષ પછી દીકરી ઝૈનીનો જન્મ થયો. આ લગ્ન દરમિયાન પારસી સમાજે તેમનો ભારે વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, એક્ટ્રેસને સમાજમાંથી બહાર પણ કરી દેવામાં આવી હતી. પરંતુ પ્રેમ માટે તેણે બધું સહન કર્યું. જોકે આ લગ્ન લાંબો સમય ટક્યા નહીં અને પછી તેણે છૂટાછેડા લઈ લીધા.

એક ઇન્ટરવ્યુમાં તન્નાઝે જણાવ્યું હતું કે તેના પતિ થિયેટરમાં કામ કરતા હતા અને તેની એક્ટિંગ તેમજ સિંગિંગ ગમવાને કારણે તેણે લગ્ન કર્યા હતા. એક્ટ્રેસ અને તેના પતિ વચ્ચે 18 વર્ષનો તફાવત હતો. તન્નાઝ એ પણ જણાવ્યું કે પારસી સમાજે તેનો બહિષ્કાર કર્યો હતો અને તેના સામુદાયિક હકો છીનવી લીધા હતા. તેને અગિયારી (પારસી મંદિર) માં જવાની પણ મનાઈ કરી દેવામાં આવી હતી.

છૂટાછેડા પછી તેણે એક્ટિંગ શરૂ કરી. કહો ના પ્યાર હૈ તેની પહેલી ફિલ્મ હતી, જેમાં તેણે અમીષા પટેલની બહેનનો રોલ કર્યો હતો. ઘણી ફિલ્મો પછી તેણે ટીવી શોમાં કામ કરવાનું શરૂ કર્યું. એક શોના શૂટિંગ દરમિયાન તેની મુલાકાત બખ્તિયાર ઈરાની સાથે થઈ, જે તેનાથી 8 વર્ષ નાના હતા. બંને વચ્ચે પ્રેમ થયો અને પછી તેણે લગ્ન કરી લીધા. બીજા લગ્નથી એક્ટ્રેસને બે બાળકો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments