HomeBollywoodEntertainment : PM મોદીને કારણે આ વ્યક્તિ ઈન્ટરનેટ પર છવાયો, યુવરાજ દુઆની...

Entertainment : PM મોદીને કારણે આ વ્યક્તિ ઈન્ટરનેટ પર છવાયો, યુવરાજ દુઆની રીલે મચાવી ધૂમ

યુવરાજ દુઆએ એક ફની રીલ બનાવી હતી જેમાં તેને પિતાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ફેન છે અને તેમની દરેક વાત માને છે. આ રીલ પર પીએમ મોદીએ ફની જવાબ આપ્યો.

યુવરાજ દુઆનું નામ આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. હકીકતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર યુવરાજ દુઆની રીલ શેર કરી છે. પીએમ મોદીના આ રિલ કર્યા પછી યુવરાજ દુઆ અચાનક ચર્ચાનો વિષય બની ગયો છે, અને લોકો તેના વિશે વધુ જાણવા માટે ઉત્સુક છે.

યુવરાજ દુઆએ તાજેતરમાં એક ફની રીલ બનાવી હતી જેમાં તેને પોતાના પિતાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ મોટા ફેન છે અને તેમની દરેક વાત માને છે.રીલમાં યુવરાજ દુઆએ પીએમ મોદીને અપીલ કરતા કહ્યું કે “સાહેબ, આગલી વખતે જ્યારે તમે મન કી બાતમાં હોવ, ત્યારે કૃપા કરીને એમને ઓછી ખાંડ ખાવાની સલાહ આપો.” લોકોને તેની આ અનોખી રિક્વેસ્ટ ખૂબ ગમી, અને યુવરાજની રીલ ઝડપથી વાયરલ થઈ ગઈ.

આ વાયરલ રીલ જોઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રતિક્રિયા આપી. પીએમ નરેન્દ્ર મોદીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર રીલ શેર કરતા લખ્યું કે “યુવરાજની વિનંતી પર, હું તેમના પિતા (અને દરેકને) ખાંડનું સેવન ઓછું કરવા માટે પ્રોત્સાહિત કરવા માગુ છું. સ્વસ્થ રહો, ખુશ રહો.” પીએમ મોદીનો જવાબ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તેમની વ્યાપક પ્રશંસા થઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments