HomeBollywoodEntertainment : 'RAAKA'નું પોસ્ટર રિલીઝ, અલ્લુ અર્જુનનો ખૂંખાર લુક જોઈને ફેન્સ હેબતાઈ...

Entertainment : ‘RAAKA’નું પોસ્ટર રિલીઝ, અલ્લુ અર્જુનનો ખૂંખાર લુક જોઈને ફેન્સ હેબતાઈ ગયા!

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનના 44મા જન્મદિવસ નિમિત્તે ફેન્સને સૌથી મોટી ભેટ મળી છે. અત્યાર સુધી જે પ્રોજેક્ટને ‘AA22xA6’ કહેવામાં આવતો હતો, તેનું ઓફિશિયલ નામ હવે જાહેર કરી દેવામાં આવ્યું છે. એટલીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનું નામ ‘રાકા'(RAAKA) રાખવામાં આવ્યું છે. સન પિક્ચર્સ દ્વારા સોશિયલ મીડિયા પર ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર શેર કરવામાં આવ્યું છે, જેણે રિલીઝ થતાની સાથે જ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે પહેલીવાર દીપિકા પાદુકોણ લીડ રોલમાં જોવા મળશે.

ફિલ્મના પોસ્ટરમાં અલ્લુ અર્જુનનો લુક અત્યંત ડરામણો અને ઇન્ટેન્સ છે. પોસ્ટરમાં તેનો ક્લોઝ-અપ લુક બતાવવામાં આવ્યો છે, જેમાં અડધા કપાયેલા વાળ, ધારદાર નખવાળા પંજાથી ઢંકાયેલો અડધો ચહેરો અને તેમાંથી ડોકિયું કરતી ભેદી કાળી આંખો જોવા મળે છે. અલ્લુ અર્જુનનો આ ‘ભેડિયા’ જેવો અવતાર જોઈને ચાહકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. તેની તીક્ષ્ણ નજર અને મુંડન કરેલું માથું તેના પાત્રને વધુ રહસ્યમય બનાવે છે. આ લુક જોઈને લાગે છે કે ‘પુષ્પા’ બાદ અલ્લુ અર્જુન ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા તૈયાર છે.

નિર્માતાઓએ પોસ્ટર શેર કરતા લખ્યું છે કે, ‘એવી દુનિયા માટે તૈયાર થઈ જાઓ જે તમામ સીમાઓથી પર છે.’ આ પોસ્ટને ગણતરીની મિનિટોમાં જ લાખો લાઈક્સ અને હજારો કમેન્ટ્સ મળી છે. ફિલ્મની રિલીઝ ડેટ વિશે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મ વર્ષ 2027માં રિલીઝ થઈ શકે છે. અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણની ફ્રેશ જોડી તેમજ એટલીનું ડાયરેક્શન આ ફિલ્મને અત્યારથી જ વર્ષની મોસ્ટ અવેઈટેડ ફિલ્મોમાંની એક બનાવી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments