ગુજરાતના અમદાવાદમાં એર ઈન્ડિયા પ્લેન ક્રેશના દુ:ખદ ઘટના થઈ હતી. બીજી બાજુ આ વાતને લઈને એકટ્રેસ રીમ શેખને સોશિયલ મીડિયામાં ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે. રીમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પાપરાઝી તેને પ્લેન ક્રેશ પર સવાલ પૂછે છે.
તેમજ તે સવાલ પૂછ્યા પર કઈ બોલ્યા વગર પોઝ આપીને જતી રહે છે. તેની આ હરકતથી ફેન્સ તેના પર ગુસ્સે થયા હતા. સોશિયલ મીડિયામાં પર તેને ટ્રોલ કરવામાં આવી રહી છે અને હવે આ મામલે રીમે મૌન તોડ્યું છે.રીમે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક નોટ શેર કરી છે. એકટ્રેસે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, સૌ પ્રથમ, જે લોકો મને ટ્રોલ કરી રહ્યા છે કે મને વિમાન દુર્ઘટના વિશે ખબર નહોતી, કૃપા કરીને બંધ કરો. મારી બહેન એર ઇન્ડિયામાં ઉડાન ભરે છે. મારી સગી બહેન. જ્યારે આ દુર્ઘટના બની, ત્યારે હું સૌથી પહેલા જાણનારા લોકોમાંની એક હતી. મેં મારી બહેનને ઘરે બેસીને ભાંગી પડતી જોઈ છે, મેં તેને તેના અન્ય ક્રૂ સભ્યોના નિધન પર રડતી જોઈ છે. આ મારા માટે ફક્ત હેડલાઇન નથી, તે ખૂબ જ વ્યક્તિગત છે.
રીમે આગળ કહ્યું કે, બીજી વાતે જ્યારે મને પાપારાઝીએ પૂછયું કે કાલે શું થયું હતું તો એમને એવું ન હોતું પુછયું કે કાલે પ્લેન ક્રેશ થયું તે વિશે શું કહેવું છે. આ બહુ ખોટી વાત છે કે અહીંયા લોકો કેટલું જજ કરી દે છે. મને ડાયરેક્ટલી પ્લેન ક્રેશ વિશે પૂછવામાં આવ્યું નહોતું. તેમજ હું આવી સંવેદનશીલ વાતો મીડિયા પર કરતી પણ નથી. હું સામાન્ય રીતે મીડિયા સામે ઉભી રહીને વાત કરવાનું ટાળુ છું. જે લોકો મને ઈનસેંસિટિવ કહી રહ્યા છે. પણ પ્લીઝ સમજો હું આવી રીતે પબ્લિકલી શોક ના મનાવી શકું કેમેરા સામે અને પછી પાછળ ફરીને હું બેફિક્રીનું નાટક ના કરી શકું, આવું હું ના કરું, આવી હું છું પણ નહી.
રીમ શેખે છેલ્લે કહ્યું કે, આવી બધી બાબતો મને એ રીતે દુખી કરે છે કે હું જણાવી નથી શકતી. મારી બહેન આ લોકો સાથે કામ કરતી હતી. મેં એ લોકોને રડતા જોયા છે. પ્લીઝ કેમેરા કે મીડિયા પર એક નાની મુવમેન્ટ જોઈને કોઈને પણ ના કરવા જોઈએ. તે એક દુ:ખદ ઘટના છે.