HomeBollywoodEntertainment : RRR ફેમ જુનિયર NTRની 'ડ્રેગન' માં બોલિવૂડના 'ઝકાસ' અભિનેતાની એન્ટ્રી,...

Entertainment : RRR ફેમ જુનિયર NTRની ‘ડ્રેગન’ માં બોલિવૂડના ‘ઝકાસ’ અભિનેતાની એન્ટ્રી, ચાહકોમાં ભારે ઉત્તેજના

RRR” ફેમ જુનિયર NTR અને “KGF” ફેમ પ્રશાંત નીલની આગામી ફિલ્મ ‘ડ્રેગન’ (Dragon) ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.આ ફિલ્મમાં બોલિવૂડ સુપરસ્ટાર અનિલ કપૂર મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

બોલીવુડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીના ફેમસ કલાકારો એકસાથે જોવા મળશે. બોલીવુડના એવરગ્રીન યંગ મેન અનિલ કપૂર અને “RRR” ફેમ જુનિયર NTR પહેલીવાર એક ફિલ્મમાં સાથે દેખાશે. એવા અહેવાલો છે કે પ્રશાંત નીલની આગામી ફિલ્મ “ડ્રેગન”માં બંને દિગ્ગજ કલાકારો એકસાથે આવશે. આ સમાચાર સાંભળીને ચાહકો ખૂબ જ ઉત્સાહિત થયા છે. જણાવી દઈએ કે પ્રશાંત નીલે અગાઉ KGF અને Salaar જેવી મોટી ફિલ્મો બનાવી છે.

અનિલ કપૂરની હાલમાં જ “સુબેદાર” ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેઓ એક નિવૃત્ત આર્મી ઓફિસરની ભૂમિકા ભજવે છે. ફિલ્મમાં મુખ્ય હીરો તરીકે વ્યાપક પ્રશંસા મેળવ્યા બાદ આ ઝકાસ અભિનેતા વિલનના રોલમાં જોવા મળશે.અનિલ કપૂરે અત્યાર સુધી અનેક ફિલ્મોમાં હિરોથી લઈને સહકલાકાર તરીકે બેસ્ટ ભૂમિકા કરી છે. પરંતુ હવે એવરગ્રીન અનિલ કપૂર પડદા પર ખલનાયક તરીકે જોવા મળશે. અનિલ અને પ્રશાંત તાજેતરમાં મુંબઈમાં ફિલ્મ ડ્રેગનના પ્રોજેક્ટને લઈને ચર્ચા અને આયોજન માટે મળ્યા હતા. અહેવાલો સૂચવે છે કે અનિલ ફિલ્મમાં મુખ્ય ખલનાયકની ભૂમિકા ભજવશે.

પ્રશાંત સાથે તમામ મુદ્દે સહમતિ બનશે તો અનિલ કપૂર સાઉથના હિરો જુનિયર સાથે સ્ક્રીન શેર કરશે. અનિલ અને એનટીઆરની ડ્રેગન ફિલ્મ અંગે જૂન 2026 માં જાહેરાત થઈ શકે છે. આ ફિલ્મ મોટા પાયે બની રહી છે, અને તેથી, તેની આસપાસ ઘણી ચર્ચા છે. ફિલ્મના કલાકારોની વાત કરીએ તો, “કાંતારા ચેપ્ટર 1” ફેમ અભિનેત્રી રુક્મિણી વસંત ફિલ્મમાં જોવા મળશે. રુક્મિણી મુખ્ય ભૂમિકામાં હશે. થોડા દિવસો પહેલા જ અનિલ કપૂરે કમિટમેન્ટને લઈને એક મોટી ફિલ્મ નકારી હોવાનો ખુલાસો કર્યો હતો. ડાયરેકટર સાથે ફિલ્મ કરવા તેઓ ઉત્સુક હોવા છતાં ડેટ કમિટમેન્ટના કારણે તેમણે ધુરંધર 2ની ભૂમિકા છોડી.

સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક દિવ્યાંકા ત્રિપાઠી ઘણીવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે, પછી ભલે તે તેનું અંગત જીવન હોય કે વ્યાવસાયિક જીવન.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments