HomeBollywoodEntertainment : Salman Khanની વોન્ટેડ ગર્લ આયશા ટાકિયા અત્યારે ક્યાં? અચાનક બોલીવુડમાંથી...

Entertainment : Salman Khanની વોન્ટેડ ગર્લ આયશા ટાકિયા અત્યારે ક્યાં? અચાનક બોલીવુડમાંથી કેમ થઈ ગાયબ?

આયશા ટાકિયા ભલે આજે ફિલ્મી દુનિયાથી દૂર થઈ ગઈ છે, પરંતુ તે પોતાના ફેન્સ વચ્ચે અવારનવાર ચર્ચામાં રહે છે. આ હસીનાએ એક સમયે પોતાની સુંદર અદાઓથી ફેન્સના દિલ પર રાજ કર્યું હતું, પરંતુ બાદમાં સર્જરીને કારણે તેનો ચહેરો બદલાઈ ગયો. આયશા 10 એપ્રિલના રોજ આજે પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહી છે.

આયશાએ પોતાની કરિયરની શરૂઆત વર્ષ 2004માં આવેલી ફિલ્મ ટાર્ઝન: ધ વન્ડર કારથી કરી હતી. પોતાની પહેલી જ ફિલ્મથી તેણે દર્શકોના દિલ જીતી લીધા હતા. ત્યારબાદ તે ઘણી સફળ ફિલ્મોનો ભાગ રહી, જેમાં સોચા ન થા, દિલ માંગે મોર, સલામ-એ-ઈશ્ક અને પાઠશાલા સામેલ છે. જોકે, આયશાને ખરી ઓળખ સલમાન ખાનની ફિલ્મ વોન્ટેડ થી મળી હતી, જેમાં બંનેની જોડીને લોકોએ ખૂબ પસંદ કરી હતી.

આયશાની છેલ્લી ફિલ્મ વર્ષ 2011માં આવેલી મોડ (Mod) હતી, જેને દર્શકો તરફથી ખાસ પ્રતિસાદ મળ્યો નહોતો. બોક્સ ઓફિસ પર નિષ્ફળતા મળ્યા બાદ આયશાએ હંમેશા માટે એક્ટિંગ છોડી દીધી અને પોતાના લગ્નજીવન પર ધ્યાન આપવાનું નક્કી કર્યું.

આયશાએ વર્ષ 2009માં પોતાના બોયફ્રેન્ડ ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા હતા. તે સમયે એક્ટ્રેસ માત્ર 23 વર્ષની હતી. ફરહાન એક રેસ્ટોરન્ટ માલિક છે અને સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીના પુત્ર છે. લગ્ન બાદ આયશાએ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. આ કપલને એક દીકરો પણ છે.

આયશા અત્યારે લાઈમલાઈટથી દૂર મુંબઈમાં પોતાના પરિવાર સાથે રહે છે. તે પ્રાણીઓની સુરક્ષા (એનિમલ વેલ્ફેર) ના કામો સાથે જોડાયેલી છે. આ સિવાય તે વીગન લાઈફસ્ટાઈલને પ્રોત્સાહન આપવામાં વ્યસ્ત છે. આયશા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments