E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodEntertainment : The Manipur Diaries Trailer ફિલ્મનું ટ્રેલર રિલીઝ, ખૂબ મહેનત કરી...

Entertainment : The Manipur Diaries Trailer ફિલ્મનું ટ્રેલર રિલીઝ, ખૂબ મહેનત કરી છે…મહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસા થઈ ભાવુક

મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસાની પહેલી ફિલ્મ “ધ ડાયરી ઓફ મણિપુર” નું ટ્રેલર રિલીઝ થયું. પોતાની પહેલી બોલીવુડ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતા મોનાલિસા ભાવુક થઈ હતી.

મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસાની પહેલી ફિલ્મ “ધ ડાયરી ઓફ મણિપુર” નું ટ્રેલર રિલીઝ થયું. આ પ્રસંગે “ધ ડાયરી ઓફ મણિપુર”નું દિગ્દર્શન કરનાર સનોજ મિશ્રાએ કહ્યું કે તમે આ ફિલ્મમાં મોનાલિસાને જોઈ દંગ થઈ જશો. વધુમાં ડાયરેકટરે કહ્યું કે આ ફિલ્મની વાર્તાની પૃષ્ઠભૂમિ પ્રયાગરાજ છે, એટલે ફિલ્મનું ટ્રેલર ત્યાં રિલીઝ કરવામાં આવ્યું. “ધ ડાયરી ઓફ મણિપુર” એક પ્રેમકથા છે જેમાં મોનાલિસા અને અભિષેક તિવારી મુખ્ય ભૂમિકામાં છે.

પ્રયાગરાજમાં “ધ ડાયરી ઓફ મણિપુર”નું ટ્રેલર રિલીઝ થયું હતું. જેમાં ફિલ્મના ડાયરેક્ટર ઉપરાંત મુખ્ય કલાકારો મોનાલિસા અને અભિષેક પણ હાજર હતા. પોતાની પહેલી બોલીવુડ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતા મહાકુંભ વાયરલ ગર્લ ભાવુક થઈ હતી. મોનાલિસાએ કહ્યું કે હું બધાથી સાવ અલગ છું, મને હિન્દી આવડતું નહોતું, ખબર નહોતી કે ફિલ્મોમાં કેવી રીતે કામ થાય છે, આ ફિલ્મ કરવામાં મેં ખૂબ મહેનત કરી છે. મારા માટે આ એક સ્વપ્ન જેવું છે. વધુમાં મોનાલિસાએ કહ્યું છે કે તે તેના ગામમાં એક શાળા ખોલવા માંગે છે અને તેની નાની બહેન કલેક્ટર બને તેવું ઇચ્છે છે.

ઉત્તર પ્રદેશમાં યોજાયેલ મહાકુંભમાં ઇન્દોરની એક છોકરીનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો. આ છોકરી મોનાલિસા ઇન્દોરથી તેના પરિવાર સાથે મહાકુંભમાં રુદ્રાક્ષની માળા વેચવા આવી હતી. મોનાલિસા માળા વેચતા કેમેરામાં કેદ થઈ અને તેની નશીલી આંખોએ સોશિયલ મીડિયામાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. મહાકુંભ દરમિયાન મોનાલિસા ખૂબ વાયરલ થતા ચારેકોર તેની ચર્ચા થતી હતી. આ વાયરલ ગર્લનું નસીબ ખૂલ્યું અને તેને બોલીવુડમાં ફિલ્મમાં કામ કરવાની ઓફર મળી. આ સમયમાં તેનું જબરજસ્ત મેકઓવર કરાયું. અને આજે મણિપુર ડાયરીનું ટ્રેલર રિલીઝ થયું જેમાં તેનો અભિનય લોકોને પસંદ આવ્યો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments