8 માર્ચના રોજ વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ અવસરે બોલિવૂડ સેલેબ્રિટીઝે પણ પોતપોતાની શૈલીમાં મહિલાઓને સન્માનિત કરી હતી. રશ્મિકા મંદાના, ટ્વિંકલ ખન્ના અને અક્ષય કુમાર જેવા સ્ટાર્સે સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ પાઠવી હતી, પરંતુ આ બધામાં આલિયા ભટ્ટની પોસ્ટ સૌથી વધુ ચર્ચામાં રહી છે. આલિયા ભટ્ટે મહિલા દિવસ પર એક ફોટો પણ પોસ્ટ કર્યો હતો. ફેન્સ આ પોસ્ટ બહુ જ પસંદ આવી અને તેમણે સુંદર પ્રતિક્રિયા પણ આપી. જાણો આખરે વુમન ડેની આલિયાની આ પોસ્ટ કેમ વાયરલ થઈ.
આ મહિલા દિવસ આલિયા ભટ્ટ માટે ખૂબ જ ખાસ રહ્યો, કારણ કે તેને તેના જીવનની સૌથી મીઠી ભેટ મળી હતી. આ ભેટ તેને બીજા કોઈએ નહીં, પણ તેની નાની દીકરી રાહા કપૂર અને પતિ રણબીર કપૂરે આપી હતી. પિતા-પુત્રીની આ જોડીએ આલિયાને ખાસ અનુભવ કરાવવા માટે કોઈ કસર છોડી નહોતી. રાહાએ તેના પિતા રણબીર સાથે મળીને પોતાની મમ્મી આલિયા માટે એક સુંદર ‘હેન્ડ મેડ’ (હાથથી લખેલું) કાર્ડ તૈયાર કર્યું હતું. આ નાનકડી સરપ્રાઈઝે આલિયાના દિલને સ્પર્શી લીધું હતું.

આલિયા ભટ્ટે મહિલા દિવસ પર એક વાર્તા શેર કરી, જેમાં એક સુંદર હસ્તલિખિત કાર્ડ હતું. રિયાએ તેના પિતા રણબીર કપૂર સાથે મળીને ખાસ કરીને આલિયા માટે આ કાર્ડ બનાવ્યું હતું. આ મહિલા દિવસનું કાર્ડ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરતા, આલિયાએ લખ્યું, “એક મીઠી યાદ અપાવે છે કે કદાચ આપણે આપણી દીકરીઓને સૌથી સુંદર વસ્તુ શીખવી શકીએ છીએ તે છે પોતાને ઓળખવું, પોતાના પર વિશ્વાસ કરવો અને તેઓ જે બની રહી છે તેની ઉજવણી કરવી.
આલિયા ભટ્ટને તાજેતરમાં 2026 ના બાફ્ટા એવોર્ડ્સમાં હાજરી આપવા બદલ પ્રશંસા મળી. બાફટા એવોર્ડસમાં આલિયા ભટ્ટે એવોર્ડની જાહેરાત માટે હિન્દીમાં સ્પીચ આપી દેશ પ્રત્યે પ્રેમ બતાવ્યો. તેના આ કાર્યની ફક્ત દેશમાં જ નહીં વિદેશમાં પણ લોકોએ ખૂબ પ્રશંસા કરી. આલિયાએ હિન્દીમાં સ્પીચ આપી લોકોના દિલ જીતી લીધા. જયારે Women’s Day પર દીકરી રાહા અને રણબીર કપૂરે આલિયા ભટ્ટને સૌથી કિંમતી ભેટ આપતી ફેન્સનું દિલ જીત્યું. અભિનેત્રીના આગામી પ્રોજેક્ટની વાત કરીએ તો આલિયા પાસે આલ્ફા અને લવ એન્ડ વોર સહિત ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં છે. દરમિયાન, રણબીર કપૂર તેની આગામી મેગા-બજેટ ફિલ્મ “રામાયણ” ની તૈયારી કરી રહ્યો છે, જેનો પહેલો ભાગ આ દિવાળી પર રિલીઝ થવાનો છે.


