E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeBollywoodEntertainmnet : જાણીતી બૉલિવૂડ અભિનેત્રીના પિતાનું નિધન, વાયુસેનાના પૂર્વ વિંગ કમાન્ડર હતા

Entertainmnet : જાણીતી બૉલિવૂડ અભિનેત્રીના પિતાનું નિધન, વાયુસેનાના પૂર્વ વિંગ કમાન્ડર હતા

બૉલિવૂડની જાણીતી લોકપ્રિય અભિનેત્રી લારા દત્તા અને તેમના પરિવાર પર મુસીબત આવી પડી છે. લારા દત્તાના પિતા અને વિંગ કમાન્ડર એલકે દત્તાનું નિધન થયું છે. લારા દત્તાના પિતા લલિતકુમાર દત્તાના અંતિમ સંસ્કાર મુંબઈમાં થશે. અભિનેત્રી તેના પતિ મહેશ ભૂપતિ સાથે પિતા લલિત કુમાર દત્તાના અંતિમ દર્શન કરવા પહોંચી હતી. લારા દત્તાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં અભિનેત્રીના ચહેરા પર દુખ જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, લારા દત્તાએ આ જ મહિનામાં તેના પિતા લલિત કુમાર દત્તાવો જન્મદિવસ ઉજવ્યો હતો, જેમાં તેમણે એક લાંબી પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, અભિનેત્રી લારા દત્તાના પિતાના પાર્થિવ શરીરને અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવ્યું છે. લારા દત્તા સાથે તેમના પતિ મહેશ ભૂપતિ પણ જોવા મળ્યા હતા. અભિનેત્રીનો વીડિયો જોઈને તેમના ચાહકો પણ દુઃખી જોવા મળ્યા હતા અને અભિનેત્રીના પિતાની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી રહી હતી. ઉલ્લેખનીય છે કે, લારા દત્તાના પિતા પણ વર્ષો પહેલા ફેફસાના ટ્યુમરનો ભોગ બન્યા હતા. જોકે, આ બીમારીને અભિનેત્રીના પિતાએ માત આપી હતી.

લારા દત્તાએ થોડા દિવસો પહેલા જે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે પોતાના પિતાના જન્મદિવસ અને મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યાના 25 વર્ષ પૂર્ણ થવા પર એક નોંધ લખી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, ‘છેલ્લો દિવસ મારા માટે ભાવનાત્મક ઉતાર-ચઢાવથી ભરેલો રહ્યો હતો. 12 મે,નો દિવસ મારા જીવનનો ખાસ દિવસ હતો. મારા પિતાનો જન્મદિવસ જ નહીં, પણ આ જ દિવસે મેં 25 વર્ષ પહેલા મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. સમય ખૂબ જ ઝડપથી ચાલી રહ્યો છે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments