બોલીવુડમાં સદીના મહાનાયક તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચનને કોઇ પરિચયની જરુર નથી. તેમના ઘર-પરિવાર અને સભ્યો વિશે મોટા ભાગના લોકો જાણતા જ હોય છે. ત્યારે તમારી પાસે તેમના ભાઇ અજિતાભના પરિવાર વિશે માહિતી છે. એમના પરિવારમાં કોણ-કોણ છે. બાળકો, પત્ની શું કરે છે. ક્યાં રહે છે. કેમ તેઓ ફિલ્મ લાઇનથી દુર છે. તે મામલે ભાગ્યે જ કોઇ જાણતું હશે.
અમિતાભ બચ્ચનના ભાઈ અજિતાભ બચ્ચન અને તેમના બાળકો ફિલ્મી દુનિયાની ચમકથી દુર રહેવાનું પસંદ કરે છે. તેઓએ પોતાના ક્ષેત્રમાં સફળતા મેળવી છે. અમિતાભ બચ્ચનના નાના ભાઈ અજિતાભ બચ્ચન હંમેશા લાઈમલાઈટથી દૂર રહ્યા છે. તે વ્યવસાયે એક ઉદ્યોગપતિ છે. અજિતાભ લંડનમાં પોતાનો વ્યવસાય સંભાળે છે. તેમના લગ્ન રમોલા બચ્ચન સાથે થયા છે. જે પોતે એક જાણીતા સામાજિક કાર્યકર અને ડિઝાઇનર છે. અજિતાભ અને રામોલાને ચાર બાળકો છે. જેમાં ત્રણ પુત્રીઓ અને એક પુત્રનો સમાવેશ થાય છે.
અજિતાભની મોટી પુત્રી નીલિમા બચ્ચન લાઈમલાઈટથી દૂર છે. તે પોતાનું અંગત જીવન ખાનગીરીતે જીવે છે. નીલિમા વ્યવસાયે એરોનોટિકલ એન્જિનિયર છે. તેને તેના વ્યવસાયમાં ડૉ. નીલી બચ્ચન તરીકે પણ ઓળખવામાં આવે છે. અજિતાભની બીજી પુત્રી નૈના બચ્ચન અભિનેતા કુણાલ કપૂર સાથેના લગ્ન કર્યા છે. નૈના એક બેંકર છે. અજિતાભના એકમાત્ર પુત્ર ભીમ બચ્ચને પણ ફિલ્મ ઉદ્યોગથી અંતર રાખ્યું છે. તે એક ઉદ્યોગપતિ છે. અજિતાભની સૌથી નાની પુત્રી નમ્રતા બચ્ચન એક જાણીતી કલાકાર છે. તે ચિત્રકાર અને ગ્રાફિક ડિઝાઇનર છે.