E-Paper
Wednesday, March 11, 2026
E-Paper
HomeGujaratGandhinagarGandhinagar : ગરમીને કારણે બાળકોને લૂ લાગી શકે, શાળાનો સમય સવારનો કરવા...

Gandhinagar : ગરમીને કારણે બાળકોને લૂ લાગી શકે, શાળાનો સમય સવારનો કરવા શિક્ષક સંઘની માગ

ગુજરાતમાં ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે. રાજકોટ સહિતના શહેરોમાં આજે હવામાન વિભાગે ગરમીનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ત્યારે રાજ્યમાં પ્રાથમિક શાળાનો સમય બદલવા માગ કરવામાં આવી છે.ગુજરાતમાં ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે. રાજકોટ સહિતના શહેરોમાં આજે હવામાન વિભાગે ગરમીનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ત્યારે રાજ્યમાં પ્રાથમિક શાળાનો સમય બદલવા માગ કરવામાં આવી છે. વધી રહેલી ગરમી વચ્ચે વિદ્યાર્થીઓના હિતમાં સરકાર અને શિક્ષણ વિભાગને રજૂઆત કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ મંત્રીને આ અંગે પત્ર પણ લખવામાં આવ્યો છે.

ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે. આજે હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહીને લઈને પ્રાથમિક શાળાના બાળકોના હિતમાં શિક્ષણમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વધી રહેલી ગરમી વચ્ચે પ્રાથમિક શાળામાં સમય બદલવા માગ કરવામાં આવી છે. ગરમીને કારણે વિદ્યાર્થીઓને લૂ લાગવાની દહેશત હોવાથી શાળાનો સમય બદલવા માગ કરાઈ છે.

પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ મંત્રીને લખવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે, વધી રહેલી ગરમીને કારણે નાના બાળકોને લૂ લાગવાની દહેશત છે. જેથી આગામી 15 માર્ચથી શાળાનો સમય સવારનો કરવો જરૂરી છે. આરટીઈના નિયમો મુજબ શાળાના કલાકોનું કામકાજ પૂર્ણ છે. સવારની પાલીમાં જો બાળકો આવશે તો ગરમીના કારણે લૂ લાગવાથી અને બિમારીથી બચી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments