ગાંધીનગરમાં પૂર્વ IAS સુબ્બારાવની પુત્રીનું હડકવાના કારણે મોત થયું છે અને પેટ ડોગે બચકુ ભરતા રેબિસની અસર થઇ હતી અને રેબિસના કારણે શિક્ષિકાનું મોત નીપજ્યું છે. પેટ ડોગને રમાડતા સમયે સંક્રમણ થયું હતું તેવી વાત સામે આવી છે.
ગાંધીનગરમાં રહેતા અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા નિવૃત આઈએએસ અધિકારીના પરણિત પુત્રીને શ્વાન કરડયા બાદ હડકવાથી મોત થયું હોવાની વાત સામે આવી છે, મૃતક મહિલા ગાંધીનગરમાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા હતા અને તેમના પિતા વર્ષ 2001માં નિવૃત થયા હતા, મૃતકનું સારવાર દરમિયાન મોત થયું છે.
વાત કરવામાં આવે તો મૃતક મહિલા ડોગને રમાડી રહ્યાં હતા તે દરમિયાન તેમને હડકવાની અસર થઈ હતી અને તેમને સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને 10 થી 15 દિવસની સારવાર લીધા બાદ તેમનું મોત થયું છે, આશરે 50 વર્ષીય મહિલા છેલ્લા પંદર દિવસથી રેબીઝની બીમારીમાં સપડાયા હતા. આ બનાવમાં શોકિંગ વાત એ છે કે, ચાર મહિના પહેલા મહિલા જ્યારે બીગલ ડોગને રમાડી રહ્યા હતા ત્યારે ચેપ લાગ્યો હતો.

હડકવા (રેબીઝ) કૂતરા, બિલાડી અને વાંદરા જેવા પ્રાણીઓના કરડવાથી અથવા તેમના નખ વાગવાથી થાય છે અને જે સંપૂર્ણપણે અટકાવી શકાય છે. ક્યારેય તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતો નથી.
જો કૂતરૂ કરડે તો શું ન કરવું જોઈએ?
ઘા નાનો હોય તો અવગણશો નહિ
ઘા પર મીઠું, હળદર, મરચુ, સરસવનું તેલ ન લગાવશો.
હડકવવા (રબીઝ)ની રસી લેવામાં વિલંબ ન કરો તે જીવલેણ બની શકે છે.
કૂતરું ન કરડે તેના માટે શું ધ્યાન રાખવું જોઈએ.
અજાણ્યા કૂતરાને હેરાન ન કરો, પથ્થર કે લાત ન મારવી.
કૂતરાની નજીક અચાનક ન જવું, ખાસ કરીને જ્યારે તે ખાઈ રહ્યું હોય કે તેના ગલૂડિયા સાથે હોય.
કૂતરો ભસે તો દોડશો નહિ, શાંતિથી ઉભા રહો. કૂતરાની આંખોમાં સીધી નજર ન કરો અને ધીમે ધીમે પાછળ હટો.
બાળકોએ કૂતરાની પૂંછડી પકડવી નહિ અને તેને પજવવું નહિ.
કૂતરાને નિશ્ચિત કરેલી જગ્યા પર જ ખવડાવો. (લોકોની અવરજવર વાળી જગ્યાથી દૂર)
જો કૂતરૂ કરડે તો શું કરવું જોઈએ ?
સૌ પ્રથમ, ઘાને સાબુ અને સ્વચ્છ વહેતા પાણીથી 15 મિનિટ સુધી સારી રીતે ધોઈ લો.
ઘા પર ઉપલબ્ધ એન્ટિસેપ્ટિક (આયોડિન/સ્પિરિટ વગેરે) લગાવો.
તરત જ રસી લો અને તબીબની સલાહ અનુસાર રસીકરણનો કોર્સ પૂર્ણ કરો.
પાલતુ પ્રાણીઓને હડકવા (રેબીઝ)થી બચાવવા માટે શું કરવું જોઈએ?
તમારા પાલતુ પ્રાણીઓની નોંધણી કરાવો અને નિયમિતપણે હડકવા વિરોધી રસી અપાવો.
તમારા પાલતુ પ્રાણીઓને હંમેશા તમારા નિરીક્ષણ હેઠળ રાખો.
તમારા પાલતુ પ્રાણીઓને રખડતા પ્રાણીઓથી દૂર રાખો..
જો તમારા પાલતુ પ્રાણીને કોઈ અજાણ્યું પ્રાણી કરડે છે, તો તરત જ તેને તમારી નજીકની પશુચિકિત્સા હૉસ્પિટલમાં લઈ જાઓ.
જો તમારા પાલતુ પ્રાણીમાં હડકવા જેવા લક્ષણો દેખાય, તો તાત્કાલિક તમારા નજીકના પશુચિકિત્સક/મ્યુનિસિપાલિટી અધિકારીને જાણ કરો.
તમારા વિસ્તારમાં રખડતા કૂતરાઓમાં હડકવા (રેબીઝ)ને રોકવા શું કરવું જોઈએ?
તમારા ઘર અને વિસ્તારની આસપાસ પાલતુ અને શેરી કૂતરાઓને નિયમિત હડકવા વિરોધી રસી અપાવવા માટે પહેલ કરો. તમારા ઘર અને વિસ્તારની આસપાસ શેરી કૂતરાઓને રસીકરણ અને ખસીકરણ કરાવવા માટે એએમસીના સહભાગી બનો. સંપર્ક હેલ્પલાઈન નં. 155303. તમારા વિસ્તારમાં કૂતરું વારંવાર કરડવાની ઘટના બને, તો તાત્કાલિક તમારા નજીકના નગરપાલિકા અધિકારીને જાણ કરો.
મનુષ્યોમાં હડકવા (રેબીઝ)ના લક્ષણો શું છે?
સ્નાયુઓ જકડાવા અને દુખાવો.
પાણી, પ્રકાશ અને ભારે પવન કે અવાજથી ડર લાગવો.
વારંવાર બેહોશ થઈ જવું.
માથાનો દુખાવો વધુ તાવ.
મોંમાંથી ફીણ નીકળવું.
બોલવામાં તકલીફ થવી
પ્રાણીઓમાં હડકવા (રેબીઝ)ના લક્ષણો શું છે?
પ્રાણીઓના વર્તનમાં અને ભસવાના સ્વરમાં ફેરફાર
કારણ વગર ખૂબ જ ઉશ્કેરાઈ જવું અને કરડવું
હાઈડ્રોફોબિયા (પાણીનો ડર)
વધુ પડતી લાળ ટપકવી


