E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGandhinagarGandhinagar : ગાંધીનગર CID ક્રાઈમના PI અને કોન્સ્ટેબલ રૂ.30 લાખની લાંચ...

Gandhinagar : ગાંધીનગર CID ક્રાઈમના PI અને કોન્સ્ટેબલ રૂ.30 લાખની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા, ગુનામાં કાર્યવાહી નહી કરવા માગી લાંચ

સી.આઇ.ડી. ક્રાઇમ સી.આઇ. સેલના પોલીસ ઇન્સપેકટર પી.કે.પટેલ તથા સી.આઇ.ડી. ક્રાઇમ સી.આઇ. સેલના પોલીસવાળા વિપુલભાઇ દેસાઇ સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગર ઝોન પો.સ્ટે. ગુ.ર.નં.૨૨/ ૨૦૨૪ ગુનાના કામે એ.સી.બી ના ફરીયાદી તથા ફરીયાદીના મિત્રને સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગર ઝોન પો.સ્ટે. ગુ.ર.નં.૨૨/ ૨૦૨૪ ગુનાના કામે કોઇ કાર્યવાહી નહી કરવા ફરીયાદી પાસે રૂ.૩૦,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી.

જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા આજરોજ લાંચનુ છટકુ ગોઠવતા લાંચના છટકા દરમ્યાન આરોપી.નં.૨ નાઓએ ફરીયાદી સાથે રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂ.૩૦,૦૦,૦૦૦/- લાંચની રકમ સ્વીકારી તથા આરોપી.નં.૧ નાઓએ લાંચના છટકા દરમ્યાન સ્વિકૃત્તિ આપી બંન્ને આરોપીઓએ એક બીજાની મદદગારી કરી પકડાઇ જઈ ગુનો કર્યા વિગેરે બાબત.

આરોપી:
01- પેથાભાઇ કરમશીભાઇ પટેલ, હોદ્દો-પોલીસ ઇન્સપેક્ટર, સી.આઇ.ડી.ક્રાઇમ, સી.આઇ.સેલ, ગાંધીનગર

02- વિપુલભાઇ બાબુભાઇ દેસાઇ, હોદ્દો-આર્મ્ડ પોલીસ કોન્સટેબલ, સી.આઇ.ડી.ક્રાઇમ, સી.આઇ.સેલ, ગાંધીનગર

ટ્રેપની તારીખ:- ૧૫/૧૨/૨૦૨૫
લાંચની માંગણીની રકમ: રૂ.૩૦,૦૦,૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમ: રૂ.૩૦,૦૦,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ: રૂ.૩૦,૦૦,૦૦૦/-

ટ્રેપનુ સ્થળ:

ધી ઓફિસીસ હરી ગ્રુપ નામની નવી બનતી સાઇટ આગળ, સ્વાગત સિટી મોલથી આગળ, જાહેર રોડ પર, સરગાસણ, ગાંધીનગર.

ટ્રેપિગ અધિકારી:-
ડી.એન.પટેલ, પો.ઇન્સ.

અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે.તથા એ.સી.બી. ટીમ

સુપર વિઝન અધિકારી :
ડી.એન.પટેલ,

ઇ.ચા.મદદનિશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમ, અમદાવાદ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments