ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં વીજ ક્ષેત્રના કર્મચારીઓની હડતાળ પર પ્રતિબંધ મૂકવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે.રાજ્યના ઉર્જા-પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ થયું છે, જેમાં આવશ્યક સેવા જાળવણી અધિનિયમ (ESMA) મુજબ હડતાળ પર પ્રતિબંધ અમલી કરવા અંગે જણાવ્યું છે.

જાહેરનામું 20 માર્ચ 2026થી લાગુ થઈ 6 મહિના સુધી અમલમાં રહેશે. આ પગલાથી રાજ્યમાં વીજ પુરવઠો ખોરવાય નહીં અને જનજીવન પર અસરો ટાળી શકાય.વીજળી ઉત્પન્ન કરતી કંપનીઓના કર્મચારીઓ, વીજ ટ્રાન્સમિશન સાથે જોડાયેલા કર્મચારીઓ, વીજ વિતરણ (ડિસ્ટ્રિબ્યુશન) કર્મચારીઓ, ઇલેક્ટ્રિકલ પાવર ટ્રેડિંગ અને કો-ઓર્ડિનેશન એક્ટિવિટીમાં જોડાયેલા તમામ કર્મચારીઓ પર આ પ્રતિબંધ લાગુ પડશે


