E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGandhinagarGandhinagar : ગુજરાતી પરિવારની દીકરીને જર્મનીના ફોસ્ટર કેરમાંથી મુક્તિ મુદ્દે ભારતના વિદેશ...

Gandhinagar : ગુજરાતી પરિવારની દીકરીને જર્મનીના ફોસ્ટર કેરમાંથી મુક્તિ મુદ્દે ભારતના વિદેશ સચિવે શું કહ્યું?

ગુજરાતનો એક જૈન પરિવાર કે જે જર્મની ખાતે કામ અર્થે રહે છે તેમની દીકરી અરીહા શાહ માત્ર નવ મહિનાની હતી ત્યારે પરિવાર પાસેથી તેને લઈને જર્મની સરકારે ફોસ્ટર કેર સેન્ટરમાં રાખી દીધી છે.આજે 4 વર્ષથી આ દીકરી માતાપિતાથી વિખુટી પડીને જર્મન સરકારના ફોસ્ટર કેર સેન્ટ

જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યાં છે.આ તબક્કે ગુજરાતના એક જૈન પરિવારની દીકરી અરીહા શાહને ન્યાય મળે તેવી માગણી ઊઠી છે. ગુજરાતનો એક જૈન પરિવાર કે જે જર્મની ખાતે કામ અર્થે રહે છે તેમની દીકરી અરીહા શાહ માત્ર નવ મહિનાની હતી ત્યારે પરિવાર પાસેથી તેને લઈને જર્મની સરકારે ફોસ્ટર કેર સેન્ટરમાં રાખી દીધી છે.આજે 4 વર્ષથી આ દીકરી માતાપિતાથી વિખુટી પડીને જર્મન સરકારના ફોસ્ટર કેર સેન્ટરમાં છે.

આ મુદ્દે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું હતું કે, આ ખૂબ જ સંવેદનશીલ વિષય છે. આ મુદ્દે જર્મન સરકાર સાથે ચર્ચા ચાલુ છે. અમે પરિવારને મદદ કરવાનો સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યાં છીએ. બેબી અરીહાનો ઉછેર ભારતીય રીતે થાય તે માટે ચર્ચાઓ કરવામાં આવી છે. પીએમ મોદીએ જર્મન ચાન્સેલર સાથે વાત કરી છે. અમે પરિવારની સાથે છીએ અને સમગ્ર મુદ્દે ફોલોઅપ કરતા રહીશું.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના આ પરિવારનો મુદ્દો રાજ્યસભામાં પણ ઊઠ્યો હતો.પરંતુ અરીહા શાહને ન્યાય નથી મળ્યો.હવે જર્મનીના ચાન્સેલરને અમદાવાદમાં છે ત્યારે બાળકીને જર્મનીના ફોસ્ટર કેર સેન્ટરમાંથી મુક્ત કરાવી તેના માતાપિતાને સુપરત કરવામાં આવે તે મતલબની માગણી કરવામાં આવી છે.UN અન્વેશનમાં સ્પષ્ટ નક્કી થયું છે કે દુનિયાના કોઈપણ બાળકને પોતાની સંસ્કૃતિ અને પોતાના સંસ્કાર જાળવી રાખવાનો સંપૂર્ણ અધિકાર છે.જર્મની સરકારની વધારે પડતી નફ્ફટાઈ તો એ છે કે એક તો દીકરીને જબરજસ્તીથી પાલક સેન્ટરમાં રાખી છે એ ઉપરાંત ૨૦૨૪ સુધીનું પાલક સેન્ટરનું ખર્ચનું ૨૪ લાખનું બિલ બાળકીના માતાપિતાને આપ્યું છે. કેન્દ્ર સરકાર આ મામલે ન્યાય અપાવે તેવી માગ કરાઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments