E-Paper
Sunday, June 8, 2025
E-Paper
HomeGujaratGandhinagarGANDHINAGAR : ગુજરાત સહિત 14 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની...

GANDHINAGAR : ગુજરાત સહિત 14 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ

ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે (IMD) આગામી 2 જૂન સુધી દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ, વાવાઝોડું, વીજળી અને ભારે પવનને લઈને ચેતવણી જાહેર કરી છે. દક્ષિણ ભારત, પશ્ચિમી તટ, પૂર્વ-ઉત્તર ભારત, પૂર્વ અને મધ્ય ભારત તેમજ ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં તેની અસર જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ અને ગાજવીજ સાથે તોફાની પવન ફૂંકાવાની સંભાવના છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં લૂ (હીટવેવ) નો પણ ખતરો યથાવત છે.

જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં 28 મેથી 2 જૂન દરમિયાન વરસાદ, વીજળી અને 70 કિમી/ પ્રતિ કલાક સુધીની ઝડપે તોફાની પવન ફૂંકાવાનું અનુમાન છે. હિમાચલ પ્રદેશમાં 27 અને 28 મે ના રોજ કરા પડવાની સંભાવના છે. ઉત્તરાખંડમાં 28 મેથી 2 જૂન સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. રાજસ્થાન અને જમ્મુના કેટલાક વિસ્તારોમાં 28 મેના રોજ લૂ (હીટવેવ) ની ચેતવણી પણ આપવામાં આવી છે.

કેરળ અને તટીય કર્ણાટકમાં 28 મેથી 2 જૂન સુધી ગાજવીજ અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ભારે પવન સાથે અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 28 મેથી 2 જૂન સુધી સતત ભારેથી અતિભારે વરસાદ સંભવ છે. આંધ્ર પ્રદેશ, રાયલસીમા અને તેલંગાણામાં પણ આગામી પાંચ દિવસ સુધી ઝરમર વરસાદ, વાવાઝોડું અને 50-70 કિમી/કલાકની ઝડપે પહોંચી શકે તેવા તેજ પવન ફૂંકાવાની સંભાવના છે. તેલંગાણામાં 28-29 મે ના રોજ અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ગુજરાતમાં 70 કિમી/ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. કોંકણ અને પહાડી વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આગામી સાત દિવસ સુધી પૂર્વ-ઉત્તર રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના છે. મિઝોરમ (28 મે), આસામ અને મેઘાલય (29-30 મે) માટે અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને વિદર્ભમાં 31 મે સુધી વરસાદ અને વાવાઝોડાનું અનુમાન છે. ઓડિશામાં 27 અને 29 મે ના રોજ અતિભારે વરસાદ ખાબકી શકે છે, જ્યારે વિદર્ભ અને પશ્ચિમ બંગાળમાં 29-30 મે ના રોજ વરસાદની સંભાવના છે.

ઉત્તર ભારતમાં આગામી બે દિવસ સુધી તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો અને પછી 4-5 દિવસમાં ઘટાડો થવાનું અનુમાન છે. મધ્ય ભારતમાં ત્રણ દિવસ સુધી કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં, ત્યારબાદ તાપમાન 2-3 ડિગ્રી સુધી વધી શકે છે. પૂર્વ ભારતમાં 5 દિવસ સુધી કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments