E-Paper
Tuesday, March 10, 2026
E-Paper
HomeGujaratGandhinagarGandhinagar : ગ્રામ્ય વિસ્તારમાં ઘર વિહોણા લોકોને ઘરથાળના પ્લોટ આપવાની યોજના વધુ...

Gandhinagar : ગ્રામ્ય વિસ્તારમાં ઘર વિહોણા લોકોને ઘરથાળના પ્લોટ આપવાની યોજના વધુ સરળ બનશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ્ય વિસ્તારોના આવાસ વિનાના પરિવારને રહેણાંક હેતુ માટે ઘરથાળના મફત પ્લોટ આપવાની યોજના વધુ સરળ તેમજ બૃહદ બનાવવાનો ગરીબલક્ષી નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ્ય વિસ્તારોના આવાસ વિનાના પરિવારને રહેણાંક હેતુ માટે ઘરથાળના મફત પ્લોટ આપવાની યોજના વધુ સરળ તેમજ બૃહદ બનાવવાનો ગરીબલક્ષી નિર્ણય કર્યો છે. તેમણે રાજ્યના પંચાયત,ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગને આપેલા દિશા નિર્દેશો અનુસાર હવે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા લોકોને યોજનાઓનો લાભ આપવો પડશે.

મુખ્યમંત્રીના દિશા નિર્દેશ પ્રમાણે ગ્રામ્ય વિસ્તારમાં વસતા અને સામાજીક-આર્થિક અને જાતિ આધારીત ગણતરી 2011 અથવા કેન્દ્ર અથવા રાજ્ય સરકારની આવાસ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના, આંબેડકર આવાસ યોજના, પંડીત દીનદયાળ આવાસ યોજના, પ્રધાનમંત્રી જનમન યોજના વગેરે અન્વયે પાત્રતા યાદી તૈયાર કરવાના ઉદ્દેશથી હાથ ધરવામાં આવેલા કોઇ પણ સરવે અંતર્ગત આવાસ યોજનાઓની સહાય માટે લાયકાત ધરાવતા હોય અથવા પાત્રતા ધરાવતા કુટુંબની યાદીમાં સમાવિષ્ટ કરવા પાત્ર હોય અથવા રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા આવાસને લગતી વખતોવખત બહાર પાડવામાં આવનાર આવાસ યોજનાઓની સહાય માટે તે યોજનાના ધોરણો મુજબ લાયકાત ધરાવતા હોય તેવા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ વિવિધ કલ્યાણ યોજનાઓ જેમના માટે બનાવવામાં આવે છે તેવા દરેક જરૂરિયાતમંદ લાભાર્થીઓને યોજનાનો લાભ 100 ટકા પહોંચાડવાનો સેચ્યુરેશન એપ્રોચ અપનાવવાની પ્રેરણા આપેલી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ ગરીબલક્ષી નિર્ણયને પરિણામે આવાસ વિહોણા વધુ ગ્રામીણ ગરીબોને આવાસ માટે ઘર થાળનો પ્લોટ મળતો થશે તેમજ બધા જરૂરતમંદ લાભાર્થીઓને આવરી લઈને આ સેચ્યુરેશન એપ્રોચ પણ સાકાર કરી શકાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments