ગુજરાત સરકાર દ્વારા ઐતિહાસિક અને ધાર્મિક પર્યટન સ્થળોના વિકાસ માટે વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત પાવાગઢ વિસ્તારમાં આવેલા હેરિટેજ સ્થાપત્યોને આકર્ષક બનાવવા માટે વિશેષ લાઈટીંગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છેગુજરાત સરકાર દ્વારા ઐતિહાસિક અને ધાર્મિક પર્યટન સ્થળોના વિકાસ માટે વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત પાવાગઢ વિસ્તારમાં આવેલા હેરિટેજ સ્થાપત્યોને આકર્ષક બનાવવા માટે વિશેષ લાઈટીંગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા આ કામગીરી માટે અંદાજે રૂ. 1.80 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ પાવાગઢ ખાતે આવેલા ઐતિહાસિક સ્મારકોને રાત્રિના સમયે વધુ આકર્ષક બનાવવાનો અને પર્યટકોને આકર્ષવાનો છે.
આ કામગીરી હેઠળ પાવાગઢના મહત્વના ઐતિહાસિક સ્મારકોમાં લાઈટીંગ લગાવવામાં આવી રહી છે. તેમાં ખાસ કરીને જામા મસ્જિદ અને સહર કી મસ્જિદ ખાતે લાઈટીંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.આ ઉપરાંત પ્રાચીન ઐતિહાસિક મહત્વ ધરાવતા લકુલીશ મંદિર ખાતે કામગીરી હાથ ધરાઇ છે.


