E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGandhinagarGandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કોન્ફરન્સનો શુભારંભ,અનેક મુદ્દાઓ પર કરાઇ ચર્ચા

Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કોન્ફરન્સનો શુભારંભ,અનેક મુદ્દાઓ પર કરાઇ ચર્ચા

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વહીવટી પ્રક્રિયાઓને વધુ સરળ, ઝડપી અને લોકાભિમુખ બનાવવાના ઉમદા હેતુથી ગાંધીનગર ખાતે એક દિવસીય કલેક્ટર કોન્ફરન્સનો ઉમંગભેર શુભારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વહીવટી પ્રક્રિયાઓને વધુ સરળ, ઝડપી અને લોકાભિમુખ બનાવવાના ઉમદા હેતુથી ગાંધીનગર ખાતે એકદિવસીય કલેક્ટર કોન્ફરન્સનો ઉમંગભેર શુભારંભ કરાવ્યો હતો. આ મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટરો, મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મુખ્ય સચિવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કોન્ફરન્સનો મુખ્ય એજન્ડા મહેસૂલ વિભાગની કામગીરીને ઓનલાઇન અને પારદર્શક બનાવવાનો છે. આ અંતર્ગત i-ORA અને ઇ-ધરા જેવી મહત્વની સિસ્ટમની વર્તમાન કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ટેકનોલોજીના માધ્યમથી સામાન્ય નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે દિશામાં વધુ ગતિશીલતા લાવવા સૂચન કર્યુ હતુ.

વર્ષોથી ચાલતા જમીનને લગતા પડતર કેસોનો સમયમર્યાદામાં નિકાલ લાવવા માટે વિગતવાર આયોજન ઘડવામાં આવ્યુ હતુ. જમીનને લગતા સંકલિત કાયદાઓ અને નવા ઠરાવો અંગે જિલ્લા કલેક્ટરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેથી કાયદાકીય ગૂંચવણો ઓછી કરી શકાય.મહેસૂલ વિભાગ હેઠળના પ્રગતિ હેઠળના પ્રોજેક્ટ્સ અને આગામી સમયમાં અમલી બનનારી નવી યોજનાઓના રોડમેપ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
વી સુધી પહોંચે
મુખ્યમંત્રીએ આ તકે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વહીવટી તંત્રના પાયામાં નાગરિક સુવિધા કેન્દ્ર સ્થાને હોવી જોઈએ. કલેક્ટરોએ પોતપોતાના જિલ્લામાં મહેસૂલી સેવાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. આ કોન્ફરન્સ રાજ્યના વિકાસલક્ષી વહીવટમાં એક નવો પ્રાણ ફૂંકશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કલેક્ટર કોન્ફરન્સને લઇને મહત્વની માહિતી આવી છે. હવેથી દર બુધવારે આવી રીતે કલેક્ટર કોન્ફરન્સ યોજાશે.રાજ્યના મુખ્યસચિવ દર બુધવારે કલેક્ટર્સ સાથે બેઠક કરશે.તમામ કલેક્ટર્સ વીડિયો કોન્ફરન્સથી જોડાશે.મહેસૂલ સચિવ જયંતિ રવિએ કલેકટર્સ કોન્ફરન્સમાં જાહેરાત કરી છે. જિલ્લામાં થયેલી કામગીરીનો દર બુધવારે cs રિપોર્ટ પણ લેવાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments