E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGandhinagarGandhinagar : રાણપુર તાલુકાના હડમતાળા પે.સે. શાળાની કૃતિની ઝોન કક્ષા માટે પસંદગી

Gandhinagar : રાણપુર તાલુકાના હડમતાળા પે.સે. શાળાની કૃતિની ઝોન કક્ષા માટે પસંદગી

G.C.E.R.T ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બોટાદ, જિલ્લા શિક્ષણ સમિતિ બોટાદ અને જિલ્લા પ્રાથમિક /માધ્યમિક શિક્ષણ અધિકારીની કચેરી બોટાદ માર્ગદર્શિત જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025- 26 શ્રી જનડા પ્રાથમિક શાળા તાલુકો ગઢડા માં યોજવામાં આવ્યું હતું.

જેમાં વિભાગ ૩( હરિત ઉર્જા અને ગ્રીન એનર્જી) અંતર્ગત હડમતાળા પે સેન્ટર શાળાના બાળ વૈજ્ઞાનિકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો આ સિદ્ધિ મેળવનાર કોઠારીયા પ્રિયાંશી બેન તથા ડાભી માનસી બેન નો સમાવેશ થાય છે.પ્રદર્શન માટે માર્ગદર્શક શિક્ષક વૈશાલીબેન ઝાલાએ મહેનતપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું આ અવસરે શાળાના આચાર્ય તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જીતેન્દ્રસિંહ લીંબોલા સાહેબ તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા વિજેતા બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકને અભિનંદન પાઠવી શાળા સતત પ્રગતિ કરી સફળતાના નવા શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

REPOTER :વિપુલ લુહાર,રાણપુર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments