HomeGujaratGandhinagar : લીલાપુરમાં યુવતીને લોખંડની પાઇપ વડે માર મારી છેડતીની કોશિશ કરી

Gandhinagar : લીલાપુરમાં યુવતીને લોખંડની પાઇપ વડે માર મારી છેડતીની કોશિશ કરી

 દસક્રોઈ તાલુકાના લીલાપુર ગામમાં આવેલી સોસાયટીમાં ગત રાત્રે એક ચોંકાવનારી ઘટના બની છે. સોસાયટીમાં રહેતી યુવતી જ્યારે રાત્રિના સમયે ચાલવા નીકળી હતી, ત્યારે પાડોશમાં રહેતા શખ્સોએ તેની સાથે ઝઘડો કરી લોખંડની પાઇપ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જે અંગે અડાલજ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે લીલાપુર ગામમાં આવેલી સોસાયટીમાં રહેતી યુવતી ગત રાત્રે સોસાયટીમાં ચાલતા-ચાલતા તેના મંગેતર સાથે ફોન પર વાત કરી રહી હતી આ દરમિયાન બંગલા નંબર ૨૫માં રહેતા હિરેનભાઈ સવજીભાઈ ચૌધરીએ તેને અટકાવી બિભત્સ ગાળો બોલવાનું શરૃ કર્યું હતું. ઉશ્કેરાયેલા હિરેને હાથમાં લોખંડની પાઇપ લઈ યુવતી પર એટલું જ નહીં યુવતીનું મોઢું પકડી, દુષ્કર્મ કરવાના ઈરાદે તેને ધસડી હતી અને ગળાના ભાગેથી તેનું ટી-શર્ટ ફાડી નાખ્યું હતું. આ ઝપાઝપી દરમિયાન લોખંડની પાઇપથી યુવતી ઉપર હુમલો કર્યો હતો. યુવતીની બૂમો સાંભળીને સોસાયટીના અન્ય શખ્સો તુલસીભાઈ, શોભનાબેન અને જશુભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને યુવતીને ગડદાપાટુનો માર માર્યો હતો. જ્યારે યુવતીના માતા અને ભાઈ તેને બચાવવા આવ્યા ત્યારે એક અજાણ્યા શખ્સે યુવતીને લાફો માર્યો હતો અને હિરેને તેના ભાઈને પણ લોખંડની પાઇપ વડે ઈજા પહોંચાડી હતી. આ હુમલામાં યુવતીના ચશ્મા અને ફોન તૂટી ગયા હતા, તેમજ તેની માતાનો સોનાનો દોરો પણ ક્યાંક પડી ગયો હતો. ઘટના બાદ ઈજાગ્રસ્ત ભાઈ-બહેનને ૧૦૮ મારફતે સોલા સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અડાલજ પોલીસે આ મામલે હિરેનભાઈ ચૌધરી સહિત પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments