E-Paper
Thursday, March 12, 2026
E-Paper
HomeGujaratGandhinagarGandhinagar : શહેરોમાં તળાવો અને હવાની ગુણવત્તા સુધારવા લેક એન્ડ એર વોચ...

Gandhinagar : શહેરોમાં તળાવો અને હવાની ગુણવત્તા સુધારવા લેક એન્ડ એર વોચ પહેલ શરૂ કરાશે

રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા તળાવો અને હવાની ગુણવત્તાનું રિયલ-ટાઇમ મોનિટરિંગ સુનિશ્ચિત કરવા લેક એન્ડ એર વોચ પહેલ શરૂ કરવામાં આવશે.

ગુજરાતના શહેરો ટકાઉ અને સ્માર્ટ બને એ માટે અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.આ જ પ્રયાસોના ભાગરૂપે,રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા તળાવો અને હવાની ગુણવત્તાનું રિયલ-ટાઇમ મોનિટરિંગ સુનિશ્ચિત કરવા લેક એન્ડ એર વોચ પહેલ શરૂ કરવામાં આવશે. ઝડપથી વધી રહેલા શહેરીકરણના કારણે તળાવોનું પ્રદૂષણ, પાણીની ગુણવત્તામાં ઘટાડો, ભૂગર્ભ જળના કુદરતી રિચાર્જમાં ઘટાડો અને ગીચ વિસ્તારોમાં હવાની ગુણવત્તા પર અસર થઈ રહી છે.

આ પડકારોને ધ્યાનમાં રાખીને ‘લેક એન્ડ એર વોચ’ પહેલ અંતર્ગત વિવિધ વિભાગોમાં કાર્યરત મોનિટરિંગ વ્યવસ્થાઓને એકીકૃત કરવામાં આવશે જેથી સમયસર કાર્યવાહી સુનિશ્ચિત થાય.આગામી સમયમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા એક સંકલિત,ડિજિટલ અને રિયલ-ટાઇમ માહિતી આપતું પ્લેટફોર્મ વિકસાવવામાં આવશે,જેના માધ્યમથી રાજ્યના શહેરોમાં તળાવો તથા હવાની ગુણવત્તા પર દેખરેખ રાખી શકાશે અને સમયસર ચેતવણી મળ્યા બાદ કાર્યવાહી સુનિશ્ચિત કરી શકાશે.અંદાજિત 10 કરોડની જોગવાઈ સાથે આ પહેલ પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે નોંધનીય ભૂમિકા ભજવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments