E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGandhinagarGandhinagar : શાહપુર સર્કલ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત, એકનું...

Gandhinagar : શાહપુર સર્કલ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત, એકનું મોત

ગાંધીનગર શહેરના શાહપુર સર્કલ પાસે એક બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.ગાંધીનગર શહેરમાં અકસ્તની સંખ્યા વધી રહી છે. આ વચ્ચે વધુ એક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થતા શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વધતી જતી અકસ્માતોની સંખ્યાના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આવામાં ટ્રાફિક નિયમન કરવા માટે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

ઘટનાની મળતી વિગતો અનુસાર, ગાંધીનગર શહેરના શાહપુર સર્કલ પાસે એક બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.મોડી રાત્રે

મોડી રાત્રે XUV કાર ચાલક બાઈકને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. હાલ પોલીસ આ ફરાર કાર ચાલકને શોધી રહી છે. આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments