શૈક્ષિક સંઘે ભારપૂર્વક જણાવ્યું છે કે, કોઈપણ અભ્યાસ શરૂ કરવા માટે સાહિત્ય પ્રથમ પ્રાયોરિટી હોવું જોઈએ અને આ પ્રાથમિકતામાં જ તંત્ર નિષ્ફળ ગયું છે. મહાસંઘે તાત્કાલિક ધોરણે પુસ્તકો શાળાઓ સુધી પહોંચાડવા માટે માંગણી કરી છે.
રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા પર ફરી એકવાર સવાલ ઉઠ્યા છે. શાળાઓમાં બીજુ શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું હોવા છતાં પણ વિદ્યાર્થીઓને હજુ સુધી પુસ્તકો મળ્યા નથી. આ ગંભીર બેદરકારીને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર વિપરીત અસર પડી રહી છે. આ મામલે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે રાજ્યના શિક્ષણ મંત્રીને તાત્કાલિક પત્ર લખીને પુસ્તકો પહોંચાડવા માટે આકરી રજૂઆત કરી છે.

સંઘે જણાવ્યું કે ધોરણ 1 અને 2 તેમજ પાયાના શિક્ષણ માટે મહત્વપૂર્ણ એવી બાળવાટિકાના પુસ્તકો હજી સુધી શાળાઓમાં પહોંચાડવામાં આવ્યા નથી. સંઘે આક્ષેપ કર્યો કે અગાઉ પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેના જવાબમાં તંત્ર દ્વારા માત્ર પુસ્તકોની સોફ્ટ કોપી જ મોકલવામાં આવી હતી, જે નાના બાળકોના અભ્યાસ માટે પૂરતી નથી. પુસ્તકો સમયસર ન મળવાના કારણે વર્ગખંડમાં અભ્યાસકાર્ય ખોરવાયું છે. શૈક્ષિક સંઘે ભારપૂર્વક જણાવ્યું છે કે, કોઈપણ અભ્યાસ શરૂ કરવા માટે સાહિત્ય પ્રથમ પ્રાયોરિટી હોવું જોઈએ અને આ પ્રાથમિકતામાં જ તંત્ર નિષ્ફળ ગયું છે. મહાસંઘે તાત્કાલિક ધોરણે પુસ્તકો શાળાઓ સુધી પહોંચાડવા માટે માંગણી કરી છે.


