E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGandhinagarGandhinagar : હર્ષ સંઘવી અને ગીફ્ટ સિટીના નવા ચેરમેન ઉદય કોટક...

Gandhinagar : હર્ષ સંઘવી અને ગીફ્ટ સિટીના નવા ચેરમેન ઉદય કોટક વચ્ચે સૌજન્ય મુલાકાત

ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને જાણીતા ઉદ્યોગપતિ ઉદય કોટક વચ્ચે એક ખાસ સૌજન્ય મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાત દરમિયાન હર્ષ સંઘવીએ ઉદય કોટકને ગીફ્ટ સિટી (GIFT City) ના નવા ચેરમેન તરીકે નિયુક્ત થવા બદલ પુષ્પગુચ્છ અર્પણ કરી હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. રાજ્ય સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા ગીફ્ટ સિટીના સુકાની તરીકે એક અનુભવી અને પ્રતિષ્ઠિત બેન્કરની વરણી થતા આર્થિક જગતમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે ઉદય કોટકના વિશાળ અનુભવ અને દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગીફ્ટ સિટી હવે આંતરરાષ્ટ્રીય સ્તરે એક અગ્રણી ફાઇનાન્સિયલ હબ તરીકે ઉભરી આવશે. ગુજરાતના આ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર (IFSC) ને નવી ઊંચાઈઓએ પહોંચાડવા માટે બંને મહાનુભાવો વચ્ચે હકારાત્મક ચર્ચાઓ થઈ હતી. આ પ્રોજેક્ટ આગામી સમયમાં વિશ્વના ટોચના નાણાકીય કેન્દ્રો સાથે સ્પર્ધા કરવા માટે સજ્જ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments