E-Paper
Tuesday, March 10, 2026
E-Paper
HomeGujaratGandhinagarGandhinagar : AI અને સાયબર સિક્યુરિટી લો ક્ષેત્રે નવા યુગનો પ્રારંભ, GIL,...

Gandhinagar : AI અને સાયબર સિક્યુરિટી લો ક્ષેત્રે નવા યુગનો પ્રારંભ, GIL, DST અને GNLU વચ્ચે ઐતિહાસિક MoU

ગુજરાતમાં AI, બ્લોકચેન અને સાયબર સિક્યુરિટી લો એન્ડ પોલિસીમાં PG ડિપ્લોમા કોર્સ શરૂ થશે. મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં GIL, DST અને GNLU વચ્ચે MoU કરવામાં આવ્યા છે.

ડિજિટલ ગવર્નન્સ અને ઉભરતી ટેકનોલોજીના નિયામક માળખાને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), બ્લોકચેન અને સાયબર સિક્યુરિટી જેવા જટિલ વિષયોમાં ‘પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ’ શરૂ કરવા માટે ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ (GIL), વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) તથા ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU) વચ્ચે આજે ગાંધીનગર ખાતે MoU કરવામાં આવ્યા હતા.

ગાંધીનગર ખાતે આયોજિત ‘ગુજરાત વાઇસ ચાન્સેલર્સ મીટ’ દરમિયાન આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યની 20થી વધુ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરોની હાજરીએ સરકાર અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેના મજબૂત સહયોગની પ્રતીતિ કરાવી હતી.

આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય એવા વ્યાવસાયિકો તૈયાર કરવાનો છે, જેઓ માત્ર ટેકનોલોજી જ નહીં, પરંતુ તેના કાયદાકીય પાસાઓમાં પણ નિષ્ણાત હોય. આ કોર્સમાં AI ગવર્નન્સ અને બ્લોકચેન રેગ્યુલેશન, સાયબર સુરક્ષા કાયદા અને ડેટા પ્રાઇવસી અને ડિજિટલ ગવર્નન્સ માટે પોલિસી ફ્રેમવર્ક જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

આ પહેલ દ્વારા ગુજરાતની વિસ્તરી રહેલી ડિજિટલ ઇકોસિસ્ટમને સપોર્ટ કરવા માટે એક ‘સ્કિલ્ડ વર્કફોર્સ’ તૈયાર થશે. શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ કુમાર અને વિજ્ઞાન-ટેકનોલોજી વિભાગના સચિવ પી. ભારતી સહિતના ઉચ્ચ અધિકારીઓએ આ પગલાને રાજ્યના ડિજિટલ ભવિષ્ય માટે નિર્ણાયક ગણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments