E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGandhinagarGandhinagar : CM ભૂપેન્દ્ર પટેલનું અર્થ સમિટ 2025 માં સંબોધન, ગુજરાતને...

Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલનું અર્થ સમિટ 2025 માં સંબોધન, ગુજરાતને યજમાનીનું ગૌરવ, ‘હેલ્ધી સોઇલ’ થીમ પર ભાર

રાજ્ય અને દેશ માટે અત્યંત મહત્વની છે. CMએ ભારપૂર્વક જણાવ્યું કે સમિટનો મુખ્ય હેતુ ગ્રામીણ અર્થતંત્રને સશક્ત બનાવવાનો છે. આ ઉપરાંત, આ સમિટમાં મહિલાઓના વિકાસ અને તેના ઇકોનોમી પરના સકારાત્મક પ્રભાવ પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

CM ભૂપેન્દ્ર પટેલે અર્થ સમિટ 2025ના કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું, જેમાં તેમણે ગુજરાતને વૈશ્વિક સ્તરે આ સમિટની યજમાની મળવા બદલ ગૌરવ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું કે આ સમિટની થીમ ‘હેલ્ધી સોઈલ ફોર હેલ્ધી સિટીઝન’ રાખવામાં આવી છે, જે રાજ્ય અને દેશ માટે અત્યંત મહત્વની છે. CMએ ભારપૂર્વક જણાવ્યું કે સમિટનો મુખ્ય હેતુ ગ્રામીણ અર્થતંત્રને સશક્ત બનાવવાનો છે. આ ઉપરાંત, આ સમિટમાં મહિલાઓના વિકાસ અને તેના ઇકોનોમી પરના સકારાત્મક પ્રભાવ પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

તેમણે ઉમેર્યું હતું કે આ સમિટ એગ્રી એન્ટરપ્રાઇઝ સ્ટાર્ટઅપ માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે. ગુજરાત સરકારે કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે લીધેલા પગલાંની વિગતો આપતા કહ્યું કે, રાજ્યના ખેડૂતોના સોઈલ હેલ્થ કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે અને તેમને જરૂરિયાત મુજબની તાલીમ પણ આપવામાં આવી છે. CMએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાત આ વૈશ્વિક સમિટમાં લીડ લેવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને ગ્રામીણ વિકાસની નવી દિશા પ્રદાન કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments