ગુજરાતમાં સરકારે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. રાજ્યમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કૂલ 224 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. વર્ગ 1, 2ની 71 જગ્યા પર ભરતી થશે.
ગુજરાતમાં સરકારે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. રાજ્યમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કૂલ 224 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. વર્ગ 1, 2ની 71 જગ્યા પર ભરતી થશે. ઉમેદવારો માટે આજથી ઓનલાઈન ફોર્મ ભરવાની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારો આજે બપોરે એક વાગ્યાથી લઈને 15 એપ્રિલે રાત્રે 12 વાગ્યા સુધી ફોર્મ ભરી શકશે.
ગુજરાત વહીવટી સેવા,વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા,વર્ગ-1 અને 2, નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2, મદદનીશ વન સંરક્ષક/પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ-2, ગુજરાત ઈજનેરી સેવા(સિવિલ)વર્ગ-1 અને 2 સહિતની જગ્યાઓ માટે ઓનલાઇન અરજી અંગે અગત્યની જાહેરાત પ્રસિધ્ધ કરવામા આવી છે. કૂલ 224 જગ્યાઓ માટે ઉમેદવારો આજે બપોરે એક વાગ્યાથી લઈને 15 એપ્રિલ 2026 રાત્રે 12 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

કાર્યપાલક ઇજનેર પાણી 15 જગ્યા,કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન 10 જગ્યા, નાયબ કાર્યપાલક ઇજનેર વર્ગ 2 જળ સંપતિ 60 જગ્યા,નાયબ કાર્યપાલક ઇજનેર વર્ગ 2 માર્ગ અને મકાન 18 જગ્યા, પશુ ચિકિત્સા અધિકારી વર્ગ 2 18 જગ્યા, મદદનીશ વન સંરક્ષક વર્ગ-2 26 જગ્યા,હિસાબી અધિકારી વર્ગ-1 6 જગ્યા, વહીવટી સેવા અને નગર પાલિકા મુખ્ય અધિકારી વર્ગ 1 અને 2માં 71 જગ્યા પર ભરતી કરાશે.


