E-Paper
Wednesday, March 11, 2026
E-Paper
HomeGujaratGir Somnath : ગીર સોમનાથમાં ખેરના લાકડા ઝડપાયા, ભાવેશ ભીલની વન...

Gir Somnath : ગીર સોમનાથમાં ખેરના લાકડા ઝડપાયા, ભાવેશ ભીલની વન વિભાગે કરી અટકાયત

ગીર સોમનાથમાં ખેરના લાકડા ઝડપાયા હોવાની વાત સામે આવી છે અને ગીર સોમનાથ વન વિભાગે આ ખેરના લાકડા ઝડપી પાડયા છે, ડાલામાં આ ખેરના લાકડા લઈને જતા હતા અને ગીર સોમનાથ વન વિભાગે ઝડપ્યા છે.ગીર સોમનાથમાં ખેરના લાકડા સાથે એક શખ્સની વન વિભાગે અટકાયત કરી છે અને નગડિયાથી આવતો ગેરકાયદે જથ્થો પકડાયો છે, ભાવેશ ભીલની વન વિભાગે કરી અટકાયત અને ગેરકાયદે લાકડાનું કટિંગ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે, વન વિભાગે કડક કાર્યવાહી હાથધરીને ગુનો નોંધ્યો છે.

ગીર સોમનાથના નવાબંદર ગામે ગેરકાયદેસર ખેરના લાકડાનો જથ્થો ઝડપાયો છે અને ગીર ગઢડા તાલુકાના નગડિયા ગામેથી લાવવામાં આવતો હતો ખેરનો જથ્થો, વન વિભાગે બાતમી આધારે વાહન અટકાવી તપાસ કરતા સામે આવ્યું કે, લાકડાનો જથ્થો ગેર કાયદેસર છે અને વાહનનો ચાલક વન વિભાગને જવાબ આપી શકયો ન હતો અને પૂછપરછમાં સામે આવ્યું કે, જંગલામાંથી આ લાકડાનું કટીંગ કરીને વેચાણ અર્થે લાવવામાં આવ્યો હતો.

વન વિભાગની તપાસમાં સામે આવ્યું કે આરોપીએ જંગલમાં જઈને લાકડાનું કટિંગ કર્યુ અને તેને ગાડીમાં ભરીને લાવવામાં આવતો હતો, ત્યારે આ સમગ્ર ઘટનામાં વન વિભાગે તપાસ કરી છે કે, જથ્થો કયાંથી આવતો હતો અને કોને આપવાનો હતો, ત્યારે ગેર કાયદેસર રીતે લાકડા લેતા વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments