ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલા દેલવાડા ગામમાં મારામારી થઈ હતી. જમીન વિવાદમાં એક જ પરિવાર વચ્ચે મારામારી થતા ગામમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
ગીર સોમનાથ જિલ્લામાં અસામાજિક તત્ત્વોનો આતંક સતત વધી રહ્યો છે. આવા લુખ્ખા તત્ત્વો સમાજનું વાતાવરણ બગાડી ગુનાખોરીની ઘટનાઓને બેફામ રીતે અંજામ આપી રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે. આવામાં જિલ્લામાં વધુ એક મારામારીનો કિસ્સો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ઘટનાની મળતી માહિતી અનુસાર, ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલા દેલવાડા ગામમાં મારામારી થઈ હતી. જમીન વિવાદમાં એક જ પરિવાર વચ્ચે મારામારી થતા ગામમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ મારામારી દરમિયાન એક યુવક પર હથિયારથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે. જે કારણે તેને બાઈક પર તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

આ જીવલેણ હુમલામાં યુવકને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી છે. જે કારણે તેને દાખલ કરવાની ફરજ પડી હતી. હાલ આ યુવકની સારવાર ચાલી રહી છે. આ સમગ્ર મારામારીની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. હાલ ઉના પોલીસ દ્વારા 3 લોકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જમીન વિવાદ અને અગાઉના મનદુઃખને લઈને એક જ પરિવારના લોકો વચ્ચે ઝઘડો થયાની ચર્ચા હાલ ગામમાં ચાલી રહી છે. મારામારી દરમિયાન હથિયાર વડે યુવક પર થયેલા જીવલેણ હુમલમાં યુવાનને હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. આ ઘટનાના દ્રશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ઘટનામાં ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે ઉના ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. આ ઘટનાની જાણ થતાં ઉના પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે આ મામલે 3 લોકો સામે પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.


