E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeUncategorizedGir Somnath : સોમનાથ મંદિર ખાતે ડ્રોન શોનું આયોજન, આકાશમાં શિવભક્તિના અનોખા...

Gir Somnath : સોમનાથ મંદિર ખાતે ડ્રોન શોનું આયોજન, આકાશમાં શિવભક્તિના અનોખા દ્રશ્યો જોવા મળશે

સોમનાથ મંદિરના સાનિધ્યમાં એક ભવ્ય અને અત્યાધુનિક ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આ ડ્રોન શો નિહાળશે.
પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં એક ભવ્ય અને અત્યાધુનિક ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સોમનાથ મંદિરના સુવર્ણ ઇતિહાસ અને તેની ભવ્યતાને આકાશમાં જીવંત કરશે.

સોમનાથ મંદિરના પટાંગણમાં યોજાનારા આ વિશેષ ડ્રોન શોમાં સેંકડો ડ્રોન એકસાથે આકાશમાં ઉડાન ભરશે. આ ડ્રોન શોના માધ્યમથી સોમનાથ મંદિરના નિર્માણ, વિનાશ અને પુનઃનિર્માણની ગાથા આધુનિક ટેકનોલોજી દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. કાર્યક્રમ પહેલાના દ્રશ્યોમાં જોવા મળ્યું છે કે ખુલ્લા મેદાનમાં મોટી સંખ્યામાં ડ્રોન ગોઠવી દેવામાં આવ્યા છે, જે એકસાથે ઉડીને આકાશમાં અદભૂત આકૃતિઓ રચશે.

આ ભવ્ય કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એ છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આ ડ્રોન શો નિહાળશે. પ્રધાનમંત્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે, અને તેમના નેતૃત્વમાં મંદિર પરિસરમાં અનેક વિકાસ કાર્યો થયા છે. આ ડ્રોન શો દ્વારા સોમનાથના ભવ્ય વારસાને નવી પેઢી સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments