રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં આજે રવિવારની વહેલી સવારે ‘ફિટ ઇન્ડિયા’ અભિયાન અંતર્ગત ‘સન્ડે ઓન સાયકલ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં આજે રવિવારની વહેલી સવારે ‘ફિટ ઇન્ડિયા’ અભિયાન અંતર્ગત ‘સન્ડે ઓન સાયકલ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ખાસ ઉપસ્થિત રહીને પોતે સાયકલ ચલાવી લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવી હતી.

સાયકલ રેલીના પ્રારંભ પૂર્વે આનંદ યોગ સ્ટુડિયોના હેતલ પટેલ દ્વારા ‘મ્યુઝિકલ ગરબા યોગ’ કરાવવામાં આવ્યા હતા, જેમાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. ત્યારબાદ, અક્ષર મંદિરના સંતો અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી અક્ષર મંદિરથી શરૂ થઈ કોલેજ ચોક, જેલ ચોક અને બસ સ્ટેન્ડ સહિતના શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી.
મંત્રી મનસુખ માંડવીયાએ આ તકે લોકોને મેદસ્વીતા દૂર કરવા અને પર્યાવરણની જાળવણી માટે સાયકલિંગ અપનાવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “સાયકલિંગ અપનાવો, ફિટ રહો અને દેશને ફિટ બનાવો!” આ રેલીમાં ગણેશભાઈ જાડેજા, અલ્પેશભાઈ ઢોલરીયા, પ્રફુલભાઈ ટોળીયા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સાયકલ સવારો જોડાયા હતા. ગોંડલના માર્ગો આજે ‘ફિટ ઇન્ડિયા’ના નારા સાથે ગુંજી ઉઠ્યા હતા.


