કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ગુ.ર. નં. પાર્ટ- એ ૦૪૧૦/૨૦૨૫ બી. એન.એસ.કલમ ૩૦૩(૨) મુજબ સાયકલ ચોરીના કેસ નોંધાયેલ હતો. ત્યારે લિબર્ટી રોડ પરથી ચોરીમાં ગયેલ વર્ણન વાળી સાયકલ સાથે પોરબંદર આશાપુરા ચોક, ઘાસ ગોડાઉન વળી ગલીમાં રહેતા એક શખ્સ ને કીર્તિ મંદિર પોલીસે પકડી પાડતાં અને આગવી ઢબે પુછપરછ કરતા અન્ય ચોરાયેલી ૭ સાયકલ પણ કાઢી આપતા શકપડતી મિલકત તરીકે કબ્જે કરી આરોપી સામે ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
જુનાગઢ રેંજના પોલીસ મહા નિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા નાઓ દ્વારા ચોરી સંબંધી ગુના શોધી કાઢવા અને અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા વખતો વખત સૂચનાઓ કરેલ
જે સૂચનાઓ અન્વયે પોરબંદર શહેર નાયબ પોલીસ અધિક્ષક સાહિત્યા વી. નાઓના તથા કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે જે ચૌધરીનાઓના માર્ગદર્શન અને રાહબરી હેઠળ ડી- સ્ટાફ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.પી.મોરી તથા સ્ટાફના માણસો કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
એ દરમિયાન વીરડી પ્લોટ, લકડી બંદર ત્રણ રસ્તા પાસે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટર નંબર પાર્ટ એ ૦૪૧૦/ ૨૦૨૫ બી.એન.એસ. કલમ ૦૩૦(૨) મુજબના કામે ચોરીમાં ગયેલ વર્ણનવાળી સાયકલ સાથે એક ઈસમને પકડેલ હોય, જેનું નામ પૂછતા પોતાનું નામ મનીષ ઉર્ફે મોબાઇલ ગીગાભાઈ મઢવી ઉંમર વર્ષ ૩૫, રહે આશાપુરા ચોક ઘાસ ગોડાઉનવાળી ગલી પોરબંદર વાળો હોવાનું જણાવેલ. અને મજકુર પાસેથી સાયકલ બાબતે આગવી ઢબે પૂછપરછ કરતા પોતાની પાસેની સાયકલ પોતે બે દિવસ પહેલા લિબર્ટી રોડ પોરબંદરમાંથી ચોરી કરેલ હોવાનું જણાવતા હોય જે સાઇકલ બાબતે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત ગુનો રજીસ્ટર થયેલ હોય.
ત્યારબાદ ઉપરોક્ત ગુનાના સાહેદો ની ચોરી થયેલ સાયકલ બાબતે આગવી ઢબે પુછપરછ કરતા પોતે અહીં આગળ બાજુમાં ખાંડીમાં ખાંચામાં સાયકલો સંતાડેલ છે. તેવું જણાવતા જે જગ્યાએ પંચો રૂબરૂ જઈ જોતા ખાંચામાં ઉપરોક્ત ગુનાના સાહેદોની બે સાયકલ તથા અન્ય ૭ સાયકલ મળી કુલ ૯ સાયકલ પડેલ હોય જે સાયકલ બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ના આપતા બી.એન.એસ. એસ. કલમ.૧૦૬ મુજબ શક પડતી મિલકત તરીકે ઉપરોક્ત સાયકલો પંચનામાની વિગતે કબ્જે કરી ઉપરોક્ત આરોપીને ધોરણસર અટક કરેલ છે
પોરબંદર પોલીસ હંમેશા આપની સેવા માટે તત્પર છે ત્યારે પોરબંદર પોલીસ દ્વારા પોરબંદર શહેરની જનતા જોગ જણાવવા માં આવેલ કે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં સાયકલ ચોરીના નોંધેલ ગુન્હામાં આરોપી મનીષ ઉર્ફે મોબાઇલ ગીગાભાઈ મઢવી ઉંમર વર્ષ ૩૫, રહે આશાપુરા ચોક ઘાસો ગોડાઉન વાળી ગલી પોરબંદરવાળા પાસેથી શકપડતી મિલકત તરીકે ફોટામાં દર્શાવેલ કુલ ૭ સાયકલ કબજે કરવામાં આવેલ છે જે પૈકી કોઈ સાયકલ કોઈની માલિકીની હોય તો યોગ્ય આધાર પુરાવા સાથે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનનો મોબાઇલ નંબર ૬૩૫૯૬૨૫૦૬૦ ૫ર સંપર્ક કરવા જણાવેલ છે
આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર જે જે ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.પી. મોરી તથા આર્મ પોલીસ કોસ્ટેબલ હોથીભાઈ અરજણભાઈ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ કિશોરભાઈ માલદે ભાઈ તથા આર્મ પોલીસ કોન્સ્ટેબલ જય ભાઈ રમેશભાઈ અને વુમન લોકરક્ષક કીર્તીબેન ભરતભાઈ રોકાયા હતા.
REPORTER : વિરમભાઈ કે આગઠ