E-Paper
Tuesday, June 17, 2025
E-Paper
HomeGujaratGUJARAT : ગોલ્ડનબ્રિજ પાસે નર્મદામાં ડૂબેલી પરીણિતાનો મૃતદેહ મળી આવ્યો

GUJARAT : ગોલ્ડનબ્રિજ પાસે નર્મદામાં ડૂબેલી પરીણિતાનો મૃતદેહ મળી આવ્યો


અંકલેશ્વરમાં કમળાની બિમારીમાંથી સાજી થયા બાદ ભાઇ સાથે નર્મદા નદીમાં સ્નાન કરવા આવેલી પરિણિતા ગોલ્ડનબ્રિજ પાસે નર્મદા નદીમાં ડૂબી હતી. તેનો મૃતદેહ બીજા દિવસે જે સ્થળે ડૂબી હતી ત્યાં નજીકમાંથી મળી આવ્યો હતો. ભાઇની નજર સામે જ બહેન પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. અંકલેશ્વરમાં કોવિડ સ્મશાન નજીક નર્મદા નદીમાં ન્હાવા ગયેલી યુવતીનું પાણીમાં તણાઈ જવાથી મોત નિપજ્યું છે.


યુવતીનો મૃતદેહ બીજા દિવસે નદીમાંથી મળી આવ્યો હતો.જલારામ સોસાયટીની રહેવાસી 22 વર્ષીય મધુ દીપુ સિંહ તેના ભાઈ સાથે ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીમાં ન્હાવા ગઈ હતી. ન્હાતી વખતે અચાનક મધુ પાણીમાં તણાઈ ગઈ હતી. તેના ભાઈની નજર સામે જ આ ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમે તથા ફાયર વિભાગે તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી.


બીજા દિવસે નદીમાંથી મધુનો મૃતદેહ મળી આવ્યો હતો. અંકલેશ્વર શહેર “બી” ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. માત્ર બે વર્ષ પહેલાં જ મધુના લગ્ન થયા હતા. ભાઇની નજર સામે જ બહેનનું ડૂબી જવાના કારણે કરુણ મોત થયું હતું.

REPORTER : કેતન મહેતા, અંકલેશ્વર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments