E-Paper
Sunday, June 8, 2025
E-Paper
HomeGujaratGUJARAT : ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ પાસે રોંગ સાઇડથી આવેલાં હાઇવાએ મોપેડને...

GUJARAT : ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ પાસે રોંગ સાઇડથી આવેલાં હાઇવાએ મોપેડને ટકકર મારતાં 27 વર્ષીય યુવતીનું કરુણ મોત


ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ પાસે રોંગ સાઇડથી આવેલાં હાઇવાએ મોપેડને ટકકર મારી હતી જેમાં માંડવા ગામની 27 વર્ષીય યુવતી પર હાઈવાના તોતિંગ પૈંડા ફરી વળતાં તેનું કરુણ મોત થયું હતું. મૃતક યુવતી તેના મિત્ર સાથે મોપેડ લઇને ઝઘડિયાના મઢી ઘાટ ખાતે ફરવા માટે આવી હતી અને બંને પરત ઘરે જઇ રહયાં હતાં ત્યારે માર્ગમાં કાળનો ભેટો થઇ ગયો હતો. ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં હાઇવે પર રેતી તેમજ અન્ય ખનીજોનું વહન કરતાં હાઇવા ચાલકો ખૂબ જ બેદરકારી અને ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરતાં હોય છે. બેફામ દોડતા વાહનો અન્ય નિર્દોષ લોકો માટે જીવનું જોખમ બની ગયાં છે. ગતરોજ માંડવા ગામની રહેવાસી પ્રિયા પટેલ તેના મિત્ર પારસ બોરસે સાથે ઝઘડિયા નજીકના મઢીઘાટ ખાતે ફરવા માટે ગઇ હતી. મઢી ઘાટથી પરત ફરતી વખતે રાત્રીના સાડા આઠ વાગ્યાના અરસામાં તેઓ રાણીપુરા પાટિયા નજીકથી પસાર થતા હતાં તે સમય દરમિયાન એક હાઇવા ચાલકે રોંગસાઇડથી તેમની મોપેડને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં હાઇવાની ટકકર વાગી જતાં પારસ અને પ્રિયા બંને રોડ પર ફંગોળાઇ ગયાં હતાં

Reporter : કેતન મહેતા, ઝઘડિયા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments