E-Paper
Wednesday, June 18, 2025
E-Paper
HomeGujaratGUJARAT : દાંડી ગ્રા.પં.માં એકપણ એસ.ટી. સ્ત્રી મતદાર ન હોવા છતાં આ...

GUJARAT : દાંડી ગ્રા.પં.માં એકપણ એસ.ટી. સ્ત્રી મતદાર ન હોવા છતાં આ જ્ઞાતિના સરપંચની સીટનું જાહેરનામું

ઓલપાડ તાલુકા ના દરિયાઈ કાંઠા વિસ્તાર છેવાડાના દાંડી ગ્રા.પં.ની યોજાનાર સામાન્ય ચૂંટણીમાં સ્થાનિક વહીવટી તંત્રના છબરડાના કારણે આ ગ્રા.પં.માં સરપંચની ચૂંટણી યોજાશે નહીં. જયારે બીજી ઘણી ગ્રા.પં.ના વોર્ડમાં પણ વિવિધ જ્ઞાતિના મતદારો ન હોવાના કારણે આ વોર્ડમાં ઉમેદવારો ન મળવાથી વોર્ડ સભ્યોની ચૂંટણી યોજાશે નહીં.જેના પગલે અસરગ્રસ્ત ગ્રામજનોમાં રોષનો લાવરસ ભભૂકી રહ્યો છે.જો કે આ દાંડી ગામના કુલ ૧૦ વોર્ડમાં ચૂંટણી યોજાનાર હોવાથ
વોર્ડના કુલ ૨૮ ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો છે.


ઓલપાડ તાલુકા ની ૦૮ ગ્રા.પં.પૈકી દાંડી ગામ તાલુકાની દરિયાઈ પટ્ટીનું છેવાડા નું ગામ છે.આ ગામના મહત્તમ લોકો મચ્છીમારના ધંધા સાથે સંક્ળાયેલા હોવાથી ખલાસી અને માછી જ્ઞાતિના લોકો રહે છે.આ ગ્રા.પં.માં સરપંચની મુદત પુરી થતા ચૂંટણીપંચના આદેશથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરે સ્થાનિક તંત્ર ના મતદાર ડેટાથી દાંડી ગ્રા.પં.ની સામાન્ય ચૂંટણી માટે સરપંચપદની સીટ આદિજાતિ સ્ત્રી (એસ.ટી)નું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું.જો કે નવાઈ પમાડે તેવી આશ્ચર્યની વાત તો એ છે કે,આ ગામમાં આદિજાતિ સ્ત્રી જ્ઞાતિના એકપણ મતદાર ન હોવાથી દાંડી ગ્રા.પં.માં સરપંચની સીટ ઉપર ઉમેદવારી થઈ શકી ન હતી.જેથી દાંડીના ૧૦ વોર્ડ સભ્યોની ચૂંટણી યોજાશે,પરંતુ સરપંચની ચૂંટણી યોજાશે નહીં.
જયારે ઓલપાડ તાલુકાની ૧૮ પૈકી ૧૦ ગ્રા.પં.માં સરપંચની ચૂંટણી સહિત તાલુકાની વિવિધ ગ્રા.પં.૩૪ વોર્ડ સભ્યોની પેટા ચૂંટણીમાં ૨૬ સીટ ભાજપે બિનહરીફ કરાવી હોવાનો દાવો કર્યો છે.જો કે બાકીની ગ્રા.પં.માં કોંગ્રેસ પક્ષે પોતાના સમર્થક ઉમેદવારોને મેદાનમાં ઉતારતા આગામી રવિવાર,તા.૨૨ મી જુનના રોજ ૦૭ ગ્રા.પં.માં સરપંચની ચૂંટણીનો ધમ-ધમાટ જોવા મળી રહ્યો છે. જે પૈકી ઓલપાડ ગ્રુપ ગ્રા.પં.માં અગાઉ ભ્રષ્ટાચાર મામલે સસ્પેન્ડ થયેલ મહિલા સરપંચ રવિના જેનિશ પટેલ ફરી મેદાનમાં ઉતરી છે.તેની સામે
ઓલપાડ માળી ફળિયાની મહિલા રૂચિકા કાલ્પિક પટેલે
ઝંપલાવ્યું છે.આ ગ્રા. પં.ના વોર્ડ નં.૦૫ અને ૧૨ ના વોર્ડ સભ્યોની ચૂંટણી માટે કુલ ૦૪ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.જો કે માજી સરપંચ રવિના પટેલ ના ભ્રષ્ટાચારી વહીવટને ઉજાગર કરી રૂચિકા પટેલને જીતાડવા સરકારના વન,પર્યાવરણ મંત્રીની મદદથી હાલના ઇન્ચાર્જ સરપંચ આનંદ કહાર એડીચોટીનું જોર લગાવી પ્રચાર કરી રહ્યા છે.જયારે કાંઠા વિસ્તારની કાછોલ ગ્રા.પં.માં સરપંચની ચૂંટણીમાં અમિત ઈશ્વરભાઈ પટેલની સામે ફરીફ ઉમેદવાર
કિરણ પરભુભાઈ પટેલ ઉતર્યા છે.આ ઉપરાંત કાસલા બુજરંગ ગ્રા.પં.માં સરપંચના ઉમેદવાર ચેતન જેન્તીભાઈ પટેલની સામે ભાવેશ મનહરભાઈ સુરતી ટકળાશે.આ ગ્રા.પં.ના વોર્ડ નં.૦૨ અને ૦૮ માં યોજાનાર વોર્ડ સભ્યોની ચૂંટણીમાં કુલ ૦૪ ઉમેદવારો ટકળાશે.જો કે
તાલુકાના ગ્રા.પં.માં સૌથી સ્ફોટક અને હોટ સીટ ગણાતી નઘોઈ ગ્રા.પં.સરકાર ના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલનું વતન છે.આ
ગ્રા.પં.ની મહિલા સરપંચ ગીતાબેન કાંતિભાઈ પટેલ વન મંત્રી મુકેશભાઈ પટેલની સામે પડતાં મંત્રીએ તેણીના ભ્રષ્ટાચારી વહીવટ મામલે સસ્પેન્ડ કરાવી હતી.જેથી નઘોઈ ગ્રા. પં. માં યોજાનાર સરપંચની પેટા ચૂંટણી જાહેર થતાં સસ્પેન્ડ થયેલ મહિલા સરપંચ ગીતાબેન કાંતિલાલ પટેલ ફરી મેદાનમાં ઉતરી છે.જો કે તેમની સામે ગામના સહકારી અને ભાજપ અગ્રણીની પત્ની ચંદ્રિકાબેન હિતેન્દ્ર પટેલે ઉમેદવારી કરી છે.જેના પગલે સરકારના મંત્રી મુકેશભાઈ પટેલે ચંદ્રિકાબેનને જીતાડવા પોતાની ઈજ્જત દાવ ઉપર લગાવી છે.જયારે જોથાણ ગ્રા.પં.માં સરપંચપદે રાજુ અમરત રાઠોડ સામે શિરીષ ભરત રાઠોડે ઉમેદવારી નોંધાવી છે.આ ગ્રા.પં.ના વોર્ડ નં.૦૨ માં યોજાનાર વોર્ડ સભ્યોની ચૂંટણીમાં બે ઉમેદવારો ટકળાશે. આ ઉપરાંત ડભારી ગ્રા.પં.માં સરપંચપદે
ધર્મિષ્ઠાબેન ઉમેદભાઈ પટેલની સામે નિમિષા રજનીકાંત પટેલે ઉમેદવારી નોંધાવી છે.આ ગ્રા.પં.ના વોર્ડ નં.૦૧ માં યોજાનાર ચૂંટણીમાં બે ઉમેદવારો ટકળાશે. જયારે ટુંડા ગ્રા.પં.માં સરપંચ પદે રેખાબેન સુખદેવ પટેલ સામે વૈશાલી ચિરાગ પટેલ
ટકળાશે.આ ગ્રા.પં.ના વોર્ડ નં.૦૧ માં બે સભ્યો સામ-સામી ચૂંટણી લડશે.જયારે ટુંડા ગામના બાકી કુલ ૦૭ વોર્ડમાં યોજાનાર વોર્ડ સભ્યોની ચૂંટણીમાં કુલ ૧૪ ઉમેદવારો ટકરાશે.
જો કે સ્થાનિક ગ્રા.પં.ની ચૂંટણી રાજકીય પ્રતિક ઉપર લડાતી ન હોવાથી ચૂંટણી લડી રહેલા ઉમેદવારો પાણીની ટાંકી,પેટી,સોફા,વીંટી, તરબૂચ,હેલ્મેટ,લીલું મરચું,દૂરબીન,ટેબલ, ટ્રેલર,કડાઈ,પાણીની ટાંકી અને પેટી જેવા નિશાન ઉપર ચૂંટણી લડી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments