દાંતા ટ્રાફિક પોલીસ કર્મી વર્ષોથી અડીંગો જમાલ બેઠેલા દર મહિને વાહન ચાલકો પાસેથી મોટા હપ્તાઓની ઉગ્રાણી કરે છે.દાંતા તાલુકાની વાત કરવામાં આવે તો દાંતા તાલુકો એક અંતરિયાળ વિસ્તાર ધરાવતો તાલુકો છે આ તાલુકામાં અનેક જાતિ જ્ઞાતિના લોકો વસવાટ કરે છે ત્યારે દાંતામાં ખાણીપીણીની ચીજ વસ્તુઓ લેવા પણ દાંતા આવું પડતું હોય છે ત્યારે સરકારી કચેરીઓ પણ દાતામાં આવેલી છે ત્યારે દાતામાં ફરજ બજાવતા ટ્રાફિક ઇન્ચાર્જ જે ઉપર નીચે વાહનોમાં પેસેન્જર ભરીને આવતા હોય તેવા વાહન ચાલકો પાસેથી મસ્ત મોટા હપ્તાઓના ઉઘરાણા કરતા હોય છે.

જ્યારે જે લોકો આ સાહેબને હપ્તા ન આપે તેવા વાહન ચાલકોને મેમા આપીને ડીટેઇન કરવા માગતા હોય છે ત્યારે આ સાહેબને ખાલી લોકોના જીવની તો પડી જ નથી ખાલી રૂપિયા આપોને ગમે તેમ વાહનોમાં પેસેન્જર ભરો તમને કોઈ રોકાશે નહીં અને કોઈ મેમાન પણ આપશે નહીં દાંતા ટ્રાફિક પોલીસ ને એ પણ ખબર છે કે દાંતામાં વાહન ચાલકો પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ કે ઇન્સ્યોરન્સ પણ નથી પણ આવા વાહન ચાલકોને મેમા કે ડીટેઇન કરવામાં નહીં કારણ કે આ વાહન ચાલકો પાસેથી દર મહિને હપ્તા ના ઉગ્રાણા કરવામાં આવે વર્ષોથી દાંતામા જે પોલીસ કર્મીઓ બાઈક લઈને આવતા પોલીસ કર્મીઓ હાલમાં દસ લાખ ઉપરાંતની ગાડીઓ લઈને રોજનું હજાર રૂપિયા નુ ડીઝલ પેટ્રોલ બાળીને રોજ નોકરી કરવા આવે છે પગાર કરતાં ખર્ચ વધારે તેમ છતાં ખર્ચે વધારે આટલાં રુપિયા આવે છે ક્યાં થી એ સફેદ દુધ જેવું દેખાઇ રહ્યું હવે આવા પોલીસ કર્મીઓની પ્રોપર્ટીની એસીબી તપાસ કરવામાં આવે તો મોટા તોડ બાજ પોલીસ કર્મીઓ ની કુંડળી બહાર આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે