વાગરાથી સાયખાને જોડતા માર્ગ ઉપર સારણ-સાયખા વચ્ચે એક અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં કારના ચાલકે કોઈ અગમ્ય કારણોસર સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર બેકાબૂ બની રોડની સાઈડમાં તળાવની પાળ ઉપર બનાવેલ વોલ કૂદી તળાવ કિનારે ખાબકી હતી. જોકે કાર પાણીમાં ન ખાબકી વોલની બિલકુલ નજીક પાળ ઉપર જ અટકી જતાં મોટી જાનહાની ટળી ગઈ હતી. જો કાર તળાવમાં ખાબકી હોત તો ઘટનામાં જાનહાની પણ થઈ શકતી હતી. પરંતુ સદ્દનસીબે કાર તળાવમાં ન ખાબકી તળાવની પાળ ઉપર જ અટકી જતા કોઈ જાનહાની નોંધાવા પામી ન હતી. આ બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળા એકત્ર થઈ ગયા હતા.
REPORTER : કેતન મહેતા, વાગરા