ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. આના કારણે, બધે વરસાદ પડી રહ્યો છે. ક્યાંક ભારે વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક હળવો વરસાદ પડી રહ્યો છે. લોકોને ગરમીથી રાહત મળી છે, તો પાણી ભરાવાની સમસ્યા પણ ઉભી થઈ છે. તમને જણાવી દઈએ કે, ગઈકાલે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.

IMD એ જણાવ્યું હતું કે કેટલાક ભાગોમાં વીજળી પણ પડી શકે છે. IMD એ માછીમારોને દરિયામાં ન જવાની પણ સલાહ આપી છે. મળતી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ઘણો વરસાદ પડ્યો છે. જો ગઈકાલની વાત કરીએ તો, ભાવનગરમાં ઘણો વરસાદ પડ્યો છે. મળતી માહિતી મુજબ ગત 24 કલાકમાં રાજ્યના 227 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં આઠ તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર સહિતના જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. બીજી તરફ હવામાન વિભાગે બોટાદ, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, વડોદરા સહિતના શહેરોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.