E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratGujarat : અંકલેશ્વરમાં ડુપ્લિકેટ ચાવીથી બંગલો ખોલી ₹20 લાખના દાગીના-રોકડની ઉઠાંતરી

Gujarat : અંકલેશ્વરમાં ડુપ્લિકેટ ચાવીથી બંગલો ખોલી ₹20 લાખના દાગીના-રોકડની ઉઠાંતરી


​અંકલેશ્વર શહેરના ભરૂચીનાકા વિસ્તારમાં આવેલા પારસીવાડમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ₹19.80 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા મઝુમ રૂસ્તમજી વીમા દલાલના ‘મહેર મેન્શન’ મકાનમાં આ ચોરી તે સમયે થઈ જ્યારે તેઓ પિતરાઈ ભાઈના લગ્ન પ્રસંગે પુના ગયા હતા.
​ ​તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડવાને બદલે ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરી અંદર પ્રવેશ કર્યો હતો.


તસ્કરો ઘરમાંથી ₹16.80 લાખની કિંમતના 14 તોલા સોનાના પ્રાચીન અને પૂર્વજોના સમયના કિંમતી દાગીના તેમજ ₹3 લાખની રોકડ રકમ મળી કુલ ₹19.80 લાખનો મુદ્દામાલ ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા.
​ ​ચોરીની જાણ થતા જ શહેર પી.આઈ, એલસીબી (LCB) સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મકાનનો દરવાજો તોડ્યા વિના માત્ર ચાવીથી ખોલીને થયેલી આ ચોરીમાં કોઈ નજીકના જાણભેદુ વ્યક્તિનો હાથ હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે ડોગ સ્ક્વોડ અને એફએસએલ (FSL) ની મદદથી ફિંગરપ્રિન્ટ્સ મેળવી તસ્કરોનું પગેરું દબાવવા ચક્રો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments