E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeGujaratGUJARAT : અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારમાં બાથરૂમમાં કપડાં બદલી યુવતીને દરવાજો તોડી વાળ...

GUJARAT : અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારમાં બાથરૂમમાં કપડાં બદલી યુવતીને દરવાજો તોડી વાળ પકડી અર્ધનગ્ન અવસ્થામાં બહાર ખેંચી કાઢી માર માર્યો

અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારમાં બાથરૂમમાં કપડાં બદલી યુવતીને દરવાજો તોડી વાળ પકડી અર્ધનગ્ન અવસ્થામાં બહાર ખેંચી કાઢી માર માર્યો
અંકલેશ્વર,
અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારમાં એક યુવતી સાથે ગંભીર ઘટના સામે આવી છે. એક રેસિડેન્સીમાં રહેતા 32 વર્ષીય યુવાન અને તેનો પરિવાર દમણથી મોડી રાત્રે પરત ફર્યા હતા. ઘરે પહોંચતા પહેલા યુવાનને અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો.
ફોન પર અપશબ્દો બોલનાર વ્યક્તિએ ઘરે આવવાની ધમકી આપી હતી. થોડી વારમાં જ ઓડી કારમાં ચાર શખ્સો આવ્યા હતા. તેમણે યુવતીના ભાઈને માર માર્યો અને યુવતી વિશે પૂછપરછ કરી હતી.
યુવતી તે સમયે બાથરૂમમાં કપડાં બદલી રહી હતી. આરોપીઓએ બાથરૂમનો દરવાજો તોડી નાખ્યો હતો. એક શખ્સે યુવતીના વાળ પકડીને તેને અર્ધનગ્ન અવસ્થામાં બહાર ખેંચી કાઢી હતી. આરોપીઓએ યુવતી, તેના ભાઈ અને ભાભી ત્રણેય પર હુમલો કર્યો હતો.
આરોપીઓએ પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જી.આઈ.ડી.સી પોલીસે યુવતીના બે પૂર્વ પ્રેમી રામ મિશ્રા, અભય મિશ્રા અને સુફિયાનની ધરપકડ કરી છે. પોલીસે છેડતી અને મારામારીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Reporter : કેતન મહેતા, અંકલેશ્વર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments