E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeGujaratGujarat : અંકલેશ્વર શહેર "બી" ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં વોન્ટેડ બે...

Gujarat : અંકલેશ્વર શહેર “બી” ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં વોન્ટેડ બે આરોપીઓની ધરપકડ કરી

અંકલેશ્વર શહેર “બી” ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં વોન્ટેડ બે આરોપીઓની ધરપકડ કરી છે. આમોદ પોલીસે ચાવજ ગામની રાધે રેસિડેન્સીમાં રહેતા ચિંતન ઉર્ફે અક્ષય જશવંત વસાવાને ઝડપી પાડ્યો છે.સાથે જ ભરૂચના દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કિશોર કાયસ્થની પણ ધરપકડ કરી છે. બંને આરોપીઓને શંકાસ્પદ હાલતમાં જોતા પોલીસે ઝડપી પાડ્યા હતા.

ભરૂચ શહેર “સી” ડિવિઝન પોલીસ મથકે પ્રથમ બંનેની અટક કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે બંને આરોપીઓ અંકલેશ્વર શહેર “બી” ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના કેસમાં સંડોવાયેલા છે. આ પછી અંકલેશ્વર શહેર “બી” ડિવિઝન પોલીસે ટ્રાન્સફર વોરંટથી બંને આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.

Reporter : કેતન મહેતા, અંક્લેશ્વર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments