E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : અંકલેશ્વર GIDC પોલીસે શિવમ રેસીડેન્સીના મકાનમાં ચાલતા પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ...

Gujarat : અંકલેશ્વર GIDC પોલીસે શિવમ રેસીડેન્સીના મકાનમાં ચાલતા પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન પેપરના નેટવર્કનો પર્દાફાશ કર્યો

અંકલેશ્વર GIDC પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે ૪૮ નજીક આવેલી શિવમ રેસીડેન્સીના એક મકાનમાં દરોડો પાડી નશાકારક પદાર્થોના સેવનમાં વપરાતા પ્રતિબંધિત ‘ગોગો સ્મોકિંગ કોન પેપર’નો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. તાજેતરમાં જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ પ્રોડક્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં, મકાન નંબર A-31 માં નરેશ પ્રજાપતિ અને હરીશ પ્રજાપતિ દ્વારા ગેરકાયદેસર રીતે તેનું વેચાણ કરવામાં આવતું હતું.

પોલીસે દરોડા દરમિયાન ₹૫.૬૨ લાખની કિંમતના સ્મોકિંગ પેપરના ૮૧૮ બોક્સ અને બે મોબાઈલ સહિત કુલ ₹૫.૭૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપીઓ અમદાવાદથી હોલસેલમાં જથ્થો મંગાવી અંકલેશ્વર પંથકમાં છૂટકમાં વેચતા હતા. આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે શખ્સો દિનેશ પ્રજાપતિ અને રાજારામ પ્રજાપતિને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments