હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 48 કલાકમાં ઉત્તર ભારતમાં વાતાવરણમાં પલટો આવશે. ભારે ગાજવીજ અને કરા સાથે વરસાદની સંભાવનાઓ છે. સાતમી અને આઠમી એપ્રિલે ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે.
ગુજરાતમાં ગરમી અને ઉકળાટની સાથે સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવે છે.ત્યારે ફરીવાર રાજ્યમાં માવઠાનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે.આવતીકાલે સાતમી એપ્રિલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.આઠમી એપ્રિલથી ગરમીમાં વધારો થશે.આવતીકાલથી પવનની ગતિમાં વધારો થશે.7 એપ્રિલ સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે બે દિવસ ગાજવીજ અને કરા સાથે વરસાદની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 48 કલાકમાં ઉત્તર ભારતમાં વાતાવરણમાં પલટો આવશે. ભારે ગાજવીજ અને કરા સાથે વરસાદની સંભાવનાઓ છે. સાતમી અને આઠમી એપ્રિલે ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે. કચ્છ સહિત ઉત્તર ગુજરાતના ભાગોમાં અસર થશે. રાજ્યમાં 12મી એપ્રિલથી ગરમીમાં વધારો થશે. 15 એપ્રિલથી ભીષણ ગરમી પડશે. રાજ્યમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી પહોચી શકે છે. ગરમી વધતા લૂની અસર જોવા મળશે.
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સાબરકાંઠા, હિંમતનગર, વડોદરા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, અમદાવાદ,ગાંધીનગર, મહીસાગર, અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતાઓ છે. રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે તાપમાનમાં પણ વધારો થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. રાજ્યમાં આજે ગરમીનું જોર રહેશે. રાજકોટમાં સૌથી વધુ 36.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ,અમરેલીમાં 35.3, ભુજ,સુરેન્દ્રનગરમાં 35.8, જ્યારે ગાંધીનગર,વડોદરા,સુરતમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


